Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

જામકંડોરણામાં કન્યા વિદ્યાલયમાં મતદાન ઉત્સવની ઉજવણી

જામકંડોરણાઃ દિકરીઓની અંદર ચુંટણીલક્ષી જાગૃતતા આવે દિકરીઓને આવનારા સમયમાં મતદાન કરવાનો સમય આવે ત્યારે સુયોગ્ય, સારો શિક્ષિત, સમાજને સારા રસ્તે લઈ જાય, રાષ્ટ્રને સારા રસ્તે લઈ જાય, ગામનો અને રાજયનો વિકાસ થાય તે માટે સારા ઉમેદવારને કેમ ચૂંટવો કેમ ચુંટણી હોય કેવી રીતે મતદાન થઈ શકે તેમાં શું પ્રક્રિયા હોય આ તમામ કામગીરીનું પ્રત્યક્ષ માર્ગદર્શન મળે તે હેતુથી જામકંડોરણા કન્યા છાત્રાલય ખાતે મતદાન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં મત કુટીર, મત પેટી, બેલેટ પેપર, પ્રિસાઇડીંગ ઓફીસર,પોલીંગ ઓફીસર સહીતની તમામ મતદાન પ્રક્રિયાની સુવિધાઓ કન્યા છાત્રાલયના સ્ટાફ દ્વારા ઉભી કરવામાં આવી હતી.(મનસુખભાઇ બાલધા)

(11:29 am IST)