Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

જામકંડોરણા બાલધા પરિવાર દ્વારા તા.ર૦ થી ર૬ સુધી ભાગવત કથા વ્યાસાસને મજેવડીવાળા ભીખુ મહારાજ

(મનસુખભાઈ બાલધા દ્વારા)  જામકડોરણા, તા.૧૮: બાલધા પરિવાર દ્વારા ગૌસેવા તથા વૃક્ષ સેવાના લાભાર્થે તા.૨૬-૧૨-૨૦૨૧ સુધી વૃંદાવનધામ, કિશાન પ્લોટ,ગોડલ. રોડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે આ કથામાં વ્યાસપીઠે શાસ્ત્રીજી પૂ.ભીખુ મહારાજ(મજેવડીવાળા) બીરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે કથા દરમ્યાન આવતા પાવન પ્રસંગો શ્રીનૃસિંહ પ્રાગટય તા.૨૨-૧૨-૨૦૨૧ બુધવારે સવારે ૧૧:૩૦ કલાકે, વામન જન્મ તા.૨૨-૧૨-૨૦૨૧ બુધવારે સાંજે ૫-૦૦ કલાકે, રામ જન્મ તા.૨૩-૧૨-૨૦૨૧ ગુરૂવારે સવારે ૧૧:૦૦ કલાકે,નંદ મહોત્સવ તા.૨૩-૧૨-૨૦૨૧ ગુરૂવારે સાજે ૪:૦૦ કલાકે, ગીરીરાજ ઉત્સવ તા.૨૪-૧૨-૨૦૨૧ શુકવારે સાંજે ૫-૦૦ કલાકે, રૂક્ષમણી વિવાહ તા.૨૫-૧૨-૨૦૨૧ શનિવારે રાત્રે ૯-૦૦ કલાકે ધામધૂમથી ઉજવવામાં આવશે. પોથીયાત્રા તા.૨૦-૧૨-૨૦૨૧ને સોમવારે બપોરે ૨-૦૦ કલાકે નીકળશે કથા શ્રવણનો સમય સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ અને બપોરે ૩-૦૦ થી ૬-૦૦ રાખવામાં આવેલ છે દરરોજ રાત્રે રાસ કિર્તનનું અયોજન કરવામાં આવેલ છે તેમજ તા.૨૩-૧૨-૨૦૨૧ના રોજ રાત્રે ૯-૦૦ કલાકે ઢાઢીલીલાનું આયોજન કરવામાં આવેલ છે. આ કથા શ્રવણનો લાભ લેવા બાલધા પરિવાર તેમજ કિષ્ના ગૌ. સેવા ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

(11:30 am IST)