Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ઉના તાલુકાની ૬૬ ગ્રામ પંચાયતોમાં ૭ર,૧૧%ગીર ગઢડા તાલુકાની ૪ર ગ્રામ પંચાયતોમાં ૭૩.રપ% મતદાન

સાસુ-વહુની સામસામે ટક્કર છે તે દેલવાડા બુથ ઉપર ૬૬% મતદાનઃ બન્ને મહિલા ઉમેદવારોમાં કોઇ જીતશે? તેનો સૌને ઇન્તેજાર

દેલવાડા મતદાન બુથ ઉપર મતદારોની લાઇન લાગી હતી તે તસ્વીર. (પ-૬)

(નવીન જોષી, નીરવ ગઢીયા દ્વારા) ઉના તા. ર૦ :.. ઉના તાલુકાની ૬૬ ગ્રામ પંચાયતોની ગઇકાલે યોજાયેલી ચૂંટણીમાં ૭ર.૧૧ ટકા મતદાન તેમજ ગીર ગઢડા તાલુકાની ૪ર ગ્રામ પંચાયતોમાં ૭૩.રપ, ટકા મતદાન થયું હતું દેલવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાસુ અને વહુની સામસામે ટકકર છે. દેલવાડા - ગ્રામ પંચાતયમાં ૬૭ ટકા મતદાન થયું છે.

ઉના તાલુકાની ૬૬ ગ્રામ પંચાયતોની ગઇકાલે યોજાયેલી ચંૂટણીમાં તાલુકાના પર ૩૭૩ પુરૂષો તથા પર ૩૭૪ સ્ત્રી મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ હતું. કુલ મતદાન ૧૦૪૭૪૭ થતા ૭ર.૧૧ ટકા મતદાન થયું હતું.ગીરગઢડા તાલુકાની ૪ર ગ્રામ પંચાયતોમાં ર૯૭૩૦ પુરૂષો અને રપ૧૪૪ સ્ત્રી મતદારોએ મતદાન કર્યુ હતું કુલ મતદાન પ૪૮૭૪, થતાં ૭૩.રપ ટકા મતદાન થયું હતું.

ઉનાની દેલવાડા ગ્રામ પંચાયતમાં મહિલા ઉમેદવારો સાસુ અને વહુની સામસામે ટકકર છે. દેલવાડા બુથ ઉપર ૬૭ ટકા શાંતિપૂર્ણી મતદાન થયું હતું. દેલવાડામાં સાસુ અને વહુ ઉમેદવારોમાં કોણ જીતશે...? તેમનો લોકો ઇન્તેજાર છે.

(11:31 am IST)