Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

જસદણ પંથકમાં વૃધ્ધો-યુવાનોએ મતદાન કર્યું

 આટકોટ : જસદણ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દરેક  લોકોમાં મતદાન કરવા ઉત્સાહ જોવા મળ્યો હતો વડીલો યુવાન સહિત મતદાન કર્યું હતું. તાલુકામાં જંગવડમાં ૧૧૧ વર્ષના રાણીબેન દુધાત ૧૦૧ વર્ષના લાડુબેન જોધાણી તેમજ સુરદાસ અરવિંદભાઇ રંગાણીએ મતદાન કરી પોતાની ફરજ બજાવતા હતા તેમણે જણાવ્યુ હતુ કે દરેક મતદારોને મતદાન કરવાની અપીલ કરી હતી. જંગવડમાં સવારેથી મતદારોની લાઇનો લગાવી હતી. તેમજ ભોયરામાં લાલભાઇ ગઢવી ફેકચર હોવા છતાં મતદાન કર્યું હતું. પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જંગવડ સંવેદનશીલ મતદાન મથક હતું. (તસ્વીરઃ કરશન બામટા-આટકોટ)

(11:31 am IST)