Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

સાળંગપુર શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજીને શ્રૃંગાર

  વાંકાનેરઃ બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળગપુરધામમા આવેલ સૌનું આસ્થાનુ પ્રતીક “ શ્રદ્ઘા કા દૂસરા નામ સાળગપુરધામ “ કે જયાં ધજા ફરકે છેં સત ધર્મની એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે પવિત્ર ધનુમાર્સ નિમિત્ત્।ે આખો માસ એવમ વિશ્વ કલ્યાણ અર્થે વિશ્વ શાંતિ શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ ચાલી રહેલ છેં જે યજ્ઞ ના દર્શન નો ગઈકાલે તા, ૧૮ મીના રવિવાર, અને પૂનમના રોજ આશરે (૨૫ હજાર થી પણ વધારે ભાવિકો એ યજ્ઞ ના દર્શન નો તેમજ દાદા ના દર્શન નો મહા આરતી, શણગાર આરતી નો લાભ લીધેલ હતો ગઈકાલે પૂનમ અને રવિવાર હોય દાદા ના ભકતજનો સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, તેમજ દૂર દૂર થી ભકતજનો એ દાદા ના દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવેલ હતી આ ઉપરાંત ગઈકાલે પૂનમ ના મંગળા આરતી પ પૂજય પૂજારી સ્વામીશ્રી ડી. કે. સ્વામીજી દ્વારા કરવામાં આવેલ તથા “ ભવ્ય દિવ્ય અદભુત દાદા ની શણગાર આરતી કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ આ પ્રંસગે પૂજારી સ્વામી શ્રી ડી, કે, સ્વામીજી તથા સર્વે સંતો એ તથા હજારો ભાવિકો એ મંગળા આરતી, શણગાર આરતીના દર્શન નો લાભ લીધેલ હતો આરતી મા “ સાળગપુર મા કોણ છેં હજ઼રા હજુર કષ્ટભંજનદેવ હનુમાનજી છેં “ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ કી જય ના નારાથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠેલ હતું ભાવિકો એ સમૂહ મા મંગળા આરતી મા હજારો ભાવિકોએ દર્શનનો અમૂલ્ય લ્હાવો લીધેલ સાથોસાથ “ હનુમાન ચાલીસા મારૂતિ યજ્ઞ ના દર્શન નો લાભ લીધેલ.

(11:52 am IST)