Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની હડતાલ સમેટાઇ

ખંડણીખોર વિરૂધ્ધ આકરા પગલાંની ખાતરી અપાઇ

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૨૦: અહીં ના માર્કેટિંગ યાર્ડના વેપારીને ધ્રાંગધ્રાના કોંઢ ગામના શખ્સ દ્વારા અગાઉ ખંડણી માટે ધમકી અપાયા બાદ ફરી એક વખત રસ્તા ઉપર આંતરી જાનથી પતાવી દેવાની ધમકી અપાતા માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ ખાંડણીખોરના ત્રાસમાંથી જયાં સુધી મુકિત ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે હળવદ યાર્ડ બંધ રાખવા જાહેર કરતા ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીએ વેપારીઓ સાથે બેઠક યોજી કડક પગલાંની ખાતરી આપતા અંતે હડતાલ સમેટાઈ છે અને યાર્ડ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યુ.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૧૫દ્ગક્ન રોજ હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીને અગાઉ ૯૦ લાખની ખંડણી વસૂલવા ધમકી આપનાર કોંઢ ગામના જશપાલસિંહ ઝાલા દ્વારા ફરીથી ધમકી આપી જાનથી પતાવી દેવાનું જણાવતા વેપારીઓમાં આ દ્યટનાનાં દ્યેરા પ્રત્યાદ્યાત પડયા હતા. આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા જયાં સુધી ખંડણીખોર ઝડપાઇ નહીં અને આરોપી વિરુદ્ઘ પાસા સહિતના કડક પગલાં ન ભરવામાં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે યાર્ડમાં વેપાર ધંધા બંધ કરી દીધા હતા.

બીજી તરફ આ મામલે મોરબી ડીવાયએસપી રાધિકાબેન ભારાઈ, માર્કેટીંગયાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, એલસીબી પીએસઆઇ એન. બી ડાભી હળવદ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એ.એ જાડેજા સહિતના અધિકારી પદાધિકારીઓ દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારીઓ સાથે બેઠક યોજી આરોપી વિરુદ્ઘ કડક હાથે કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી આપતા વેપારીઓ દ્વારા સોમવાર થી માર્કેટીંગ યાર્ડ ખુલ્લુ રાખવાનો નિર્ણય કર્યો હતો.

(11:53 am IST)