Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

વિકારોના શમન માટે ફકત ઇશ્‍વર એક જ શરણું : પૂ. રમેશભાઇ ઓઝા

મહુવાના આંગણે પૂ. સીતારામબાપુ આયોજીત લક્ષચંડી મહાયજ્ઞમાં પૂ. મોરારીબાપુની ઉપસ્‍થિતિ : કોઇપણ કાર્ય પ્રભુના ભજન સાથે થાય તો સાત્‍વિક કાર્યનું શુભ ફળ ચોકકસ મળે જઃ પૂ. સીતારામબાપુ

રાજકોટઃ  મહુવાના આંગણે ચાલતા દિવ્‍ય અને ભવ્‍ય લક્ષચંડી મહાયજ્ઞ નો શુભ પ્રારંભ પૂજ્‍ય મોરારીબાપુએ દીપ પ્રાગટયથી કર્યો હતો આ ધર્મસભામાં વિ શ્વ વિખ્‍યાત ભાગવત  જ્ઞાતા પૂજ્‍ય રમેશભાઈ ઓઝા (પૂ. ભાઇશ્રી) એ જણાવ્‍યું હતું કે યજ્ઞ શુદ્ધવિધિથી, દાન વિવેકથી અને તપ ત્‍યાગથી થાય તો જીવન કલ્‍યાણ મય બની જાય તેમણે દરેક વ્‍યક્‍તિને જીવનમાં સતાવતી તૃષ્‍ણા અને એષણાને સતત પ્રભુ ભજન અને નિત્‍ય સત્‍સંગથી દુર કરતા રહેવી જોઈએ.
 વિકારોના શમન માટે ફક્‍ત ઇશ્‍વર એક જ શરણું છે. સંધ્‍યા વંદન અને દૈનિક પંચયજ્ઞ દ્વારા જીવનને સત્‍વશીલ બનાવવા હાકલ કરી હતી તેમણે યજ્ઞના કાર્યમાં પવિત્રતા જાળવવા અને વેદ ભણેલા બ્રાહ્મણના મુખે થી બોલાતા મંત્રોથી આહુતિ અપાય તો દેવતાઓ રાજી થાય છે અને યજ્ઞો દ્વારા વાતાવરણ શુદ્ધ થાય છે અને નિયમબદ્ધ રીતે જો યજ્ઞ થાય તો ચોક્કસ તેનું શુભ પરિણામ મળે છે.
 આ પ્રસંગે ધર્મ સભામાં પૂજ્‍ય સંતો પૂજ્‍ય બાપુના ગુરૂઆશ્રમથી બાઢડાથી પૂ. જયોર્તિમયીમાં રામજીબાપુના સંસ્‍કળતના જ્ઞાતા વસંતભાઈ પરીખ, લોક સાહિત્‍યકાર માયાભાઈ આહીર ભાગવત કથાકાર યજ્ઞેશ ભાઈ ઓઝા વિવિધ આશ્રમોના મહંતો પધારીને ધર્મસભાને ખૂબ દીપાવી હતી.  યજ્ઞના યજમાન પરિવાર વતી સચિનભાઇ  દોશીએ  સૌને આવકારેલ.
આ પ્રસંગે પૂજ્‍ય સીતારામ બાપુ એ જણાવેલ કે વિશ્વએ ફળીયું છે અને યજ્ઞથી આ વિશ્વના કોઈપણ ખૂણે વરસાદ પડે તે યજ્ઞની સફળતાનું પરિણામ છે યજ્ઞમાં શુદ્ધ ઉચ્‍ચારોથી મંત્ર બોલાય છે અને તેના દ્વારા શુભ ભાવથી પ્રભુને યાદ કરીએ તો  યજ્ઞ સફળ થાય છે કોઈપણ કાર્ય પ્રભુના ભજન સાથે થાય તો એ સાત્‍વિક કાર્યનું શુભ ફળ ચોક્કસ મળે જ છે.
આ ધર્મ સભાનું સુપેરે સંચાલન શરદભાઇ ભટ્ટ અને લોક સાહિત્‍યકાર મેરામણભાઇ ગઢવી કર્યું હતું.





 

(12:10 pm IST)