Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

પીખોર ગામે સરપંચપદના ઉમેદવારના પતિ સામે પણ હુમલાની ફરીયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦ : માળીયાના પીખોર ગામે સરપંચપદના ઉમેદવારના પતિ સામે પણ હુમલાની ફરીયાદ થતા પોલીસે બંને પક્ષ વિરૂધ્ધ જુદી-જુી કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના પીખોર ગામે ગઇકાલે ગ્રામ પંચાયતની ચુંટણી દરમ્યાન માથાકુટ થઇ હતી. જેમાં સરપંચપદના ઉમેદવારના પતિ દીપકભાઇ રાણાભાઇ સોંદરવા ઉ.૪પ ઉપર અજીત દેવાભાઇ બાબરીયા, ઉમેશ દેવા બારીયા, મગન રામજી, ભરત ગોરધન તેમજ અજીત દેવાનો પુત્ર અને ચાર અજાણ્યા શખ્સેએ ખોટુ મતદાન કરાવતા હોય જેની ના પાડતા આ ઇસમોએ લાકડાના ધોકા, લાકડી વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરેલ.

આ ફરીયાદ બાદ અજીતસિંહ દેવાભાઇ દયાતર (ઉ.૪૦) ને દીપક રાણાભાઇ સોંદરવા, ધુધાભાઇ, મુળાભાઇ, ધીરૂ ધુધા, અને મુકેશ નામના શખ્સે માર માર્યો હતો.

જેમાં અજીતસિંહ દેયાતરનો ભાઇ ઉમેશ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યપદ ઉમેદવાર હોય તેથી અજીતસિંહ વગેરે પ્રાથમીક શાળા બહાર ઉભા હતા.

ત્યારે આરોપીઓએ ગાળો કાઢી, માર માર અને જાનની મારી નાંખવાની ધમકી આપી હતી.

આ અત્રેની ફરીયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી રહી પોલીસે બંને પક્ષ સામે રાયોટીંગનો ગુન્હો નોંધ્યો હતો.

પીખોર ગામે આ માથાકુટના પગલે ગામમાં વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

(12:51 pm IST)