Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

હાલારમાં કોણ કોંણ સરપંચ બનશે ? કાલે ફેંસલો

જામનગર : જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું સવારે સાત વાગ્યાથી જ કડકડતી ઠંડી વચ્ચે મતદારોએ સાંજ સુધીમાં પેટીઓમાં પોતાના મનગમતા ઉમેદવારની ઉપર મહોર મારી જનાદેશ નાખી દીધો હતો. ૬ ગ્રામપંચાયતોમાં જામનગર જિલ્લામાં સરેરાશ ૭૨.૯૧ ટકા મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થતાં જ મતપત્રો સાથેની પેટીઓ સીલ કરી તાલુકા મથકે સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવી છે જયારે જામનગર, ધ્રોલ, જોડિયા, કાલાવડ, લાલપુર અને લાલપુર ખાતે મતગણતરી સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં ઉમેદવારોનું ભાવિ રાખવામાં આવ્યું છે. જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે પોલીસ અને હોમગાર્ડના જવાનો ઉપરાંત એસઆરપી સહિતના સુરક્ષા જવાનો રવિવાર રાતથી જ સ્ટ્રોંગરૂમ બહાર લોખંડી બંદોબસ્ત જાળવી રહ્યા છે. આવતીકાલે જામનગર જિલ્લાના તમામ ૬ તાલુકા મથકે મતગણતરી શરૂ થનાર છે. જેમાં ઉમેદવારો ના પરિણામ જાહેર થશે અને પાંચ વર્ષ માટે જનતા જનાર્દને કોણે સરપંચ અને સભ્યો ને ચૂંટીને તક આપી છે તે પરિણામ પણ જાહેર થશે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(12:39 pm IST)