Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

મોરબી તાલુકામાં કુલ ૭૩.૭૯ ટકા માળિયા (મી) તાલુકામાં ૭૩ ટકા મતદાન

મોરબી તાલુકામાં ૧,૦૩,૫૬૪ પૈકી ૭૬,૪૧૯ મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૦: મોરબી તાલુકાની ૪૮ ગ્રામ પંચાયતોમાં મતદાન પૂર્ણ થયું હતું. તાલુકામાં કુલ મતદાન ૭૩.૭૯ ટકા જેટલું નોંધાયું હતું. મોરબી તાલુકામાં પુરુષ મતદારોની સંખ્યા ૫૩૮૦૪ છે.જેમાંથી ૪૦૯૪૩ એટલે કે ૭૬.૧૦ ટકા પુરુષોએ મતદાન કર્યું હતું. જયારે સ્ત્રી મતદારોની સંખ્યા ૪૯૭૬૦ છે. જેમાંથી ૩૫૪૭૬ એટલે કે ૭૧.૨૯ ટકા સ્ત્રીઓએ મતદાન કર્યું હતું. જિલ્લામાં કુલ ૭૬૪૧૯ એટલે કે ૭૩.૭૯ ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો માળીયા (મી) તાલુકામાં ૩૦૫૧૬ પૈકી ૨૨૨૯૧ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

માળીયા (મી) તાલુકાની ૧૯ ગ્રામ પંચાયતોમાં સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. માળીયા મિંયાણા તાલુકામાં કુલ મતદાન ૭૩ ટકા જેટલું નોંધાયું હતું. તાલુકામાં પુરુષ મતદારોની સંખ્યા ૧૬૦૬૭ છે.જેમાંથી ૧૨૧૯૮ એટલે કે ૭૫.૯૦ ટકા પુરુષોએ મતદાન કર્યું છે. જયારે સ્ત્રી મતદારોની સંખ્યા ૧૪૪૪૯ છે. જેમાંથી ૧૦૦૯૩ એટલે કે ૬૯.૯૦ ટકા સ્ત્રીઓએ મતદાન કર્યું હતું. જિલ્લામાં કુલ ૨૨૨૯૧ એટલે કે ૭૩ ટકા મતદારોએ મતદાન કર્યું હતું.

(12:39 pm IST)