Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

માળિયા (મી.) ગ્રાહક સેવા ભંડારમાં એક માસમાં બીજી રેડ, અનાજનો જથ્થો સીઝ

(પ્રણિવ વ્યાસ દ્વારા)મોરબી,તા.૨૦: માળિયા (મી) તાલુકાના ગ્રાહક સેવા ભંડારમાં ગત માસે પુરવઠા વિભાગે દરોડો કર્યા છતાં સંચાલક સુધારવાનું નામ લેતો ના હોય અને ગેરરીતી ચાલુ રાખવામાં આવી હોય અને અનાજનો પુરવઠો એક મકાનમાં રાખવામાં આવેલ હોય જયાં બાતમીને આધારે પુરવઠા ટીમે દરોડો કરીને અનાજનો જથ્થો સીઝ કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

માળિયાના ગ્રાહક સેવા ભંડારના સંચાલકની ગેરરીતિની ફરિયાદને પગલે પુરવઠા વિભાગ ટીમે ગત તા. ૨૨ નવેમ્બરના રોજ સરપ્રાઈઝ ચેકિંગ કરી ૨.૭૭ લાખનો જથ્થો સીઝ કર્યો હતો જોકે હમ તો નહિ સુધરેગે ઉકિત અનુસાર ગ્રાહક સેવા ભંડારનો સંચાલક ગેરરીતી હજુ પણ કરતો હોય તેવી ફરિયાદો ઉઠી હતી અને અનધીકૃત રીતે અનાજનો જથ્થો બાજુમાં આવેલ એક મકાનમાં રાખેલ હોવાની બાતમી મળી હતી જેથી માળિયા મામલતદાર ડી સી પરમાર, જે સી પટેલ અને નાયબ મામલતદાર મહેશભાઈ વ્યાસ સહિતની ટીમે રેડ કરી હતી જેમાં હિસાબી સાહિત્યથી વધુ જથ્થો મળી આવતા પુરવઠા વિભાગ ટીમે અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો.

માળિયા મામલતદાર ટીમે ૪૫૫ કિલો દ્યઉં, ૨૦૨૮ કિલો ચોખા, ૧૩૮ લીટર તેલ, ૮૭૭ કિલો તુવેરદાળ અને ૨૨૮ લીટર કેરોસીનનો જથ્થો સીઝ કરી પરવાનેદાર વિરુદ્ઘ આકરી કાર્યવાહી કરવા રીપોર્ટ કર્યો છે સાથે જ પુરવઠા વિભાગે રાશનકાર્ડ ધારકો દુકાનદાર પાસે બીલ માંગવાનો આગ્રહ રાખે તેવી અપીલ કરી હતી.

(12:41 pm IST)