Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

પોરબંદર જિલ્લાની ૯૮ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્વક ૭૩.૬૬ ટકા મતદાન

પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વૃધ્ધ વડીલો મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતાં. તે તસ્વીરો. (પ-૧પ)

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૦ :.. પોરબંદર જિલ્લાની ૯૮ ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીમાં શાંતિપૂર્વક ૭૩.૬૬ ટકા મતદાન થયું હતું.

પોરબંદર જિલ્લામાં ૩ તાલુકામાં પોરબંદર ગ્રામ્યની પર, રાણાવાવની ૧૮ તેમજ કુતીયાણાની ર૮ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં ૧પ૮૮રર કુલ મતદારો હતાં જેમાંથી ૧૧૬૯૮૮ મતદારોએ મતદાન કર્યુ હતું મતદાન કરનારાઓમાં પોરબંદર ગ્રામ્યમાં ૩૮૧૮૯ પુરૂષો અને ૩૩૦૮ર સ્ત્રી તેમજ રાણાવાવમાં ૧૦૩૭ર પુરૂષ તથા ૮૭૪૧ સ્ત્રીઓએ મતદાન કર્યુ હતું.

કુતીયાણામાં ૧૪૩પ૭ પુરૂષો તથા ૧રર૪૭ સ્ત્રી મતદારોએ મતદાન કર્યુ હતું.

(12:41 pm IST)