Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

જામનગરમાં શ્રી વિઠ્ઠલેશ શ્રૃંગાર દુકાનમાં પોલીસની ઓળખ આપીને ૨૫ હજારની ચોરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૦ : જામનગરના મોટી હવેલી પાસે આવેલ શ્રી વિઠ્ઠલેશ શૃંગાર નામની દુકાનમાં ચોરી ની ઘટના સામે આવી છે. બાઈક સવાર તસ્કરે આવી વહેલી સવારે પોલીસ હોવાની ઓળખ આપી દુકાનમાંથી વસ્તુઓ ખંખોરી ૨૫ હજારથી વધુની રોકડ રકમ ખાના માંથી કાઢીને ભાગી છૂટ્યો હતો. જોકે આ સમગ્ર ઘઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. ત્યારે આ દ્યટનાને પગલે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:19 pm IST)