Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

જામનગર-મોરબી-ટંકારા-રાજકોટ-કચ્છ વિસ્તારમા આકાશમાં રોકેટનો અદ્દભૂત નજારો

જામનગરઃ જામનગર-મોરબી, ટંકારા, રાજકોટ, અને કચ્છમાં અનેક વિસ્તારમાં કાલે સાંજના સમયે આકાશમાં રોકેટનો અદ્દભૂત નજારો જોવા મળ્યો હતો. જેમાં પ્રારંભે ર રોકટે સામ-સામે પસાર થયા હતા અને તેમાથી ધુમાડાના ગોટા નીકળતા હતા ત્યારબાદ થોડા સમય પછી ત્રીજુ રોકેટ પસાર થયું હતું આ રોકેટના ધુમાડા ઘણા સમય સુધી રહ્યા હતા અને તેનાથી આકાશમાં ઓરેન્જ કલરના વાદળાનો પટ્ટો જોવા મળ્યો હતો જે ઘણીવાર સુધી છવાયેલ રહ્યો હતો. આ ઇન્ટરનેશનલ ફલાઇટ હોવાનું સ્ટાર ગેજીંગ ઇન્ડિયાના ભુજના ખગોળપ્રેમી નરેન્દ્રભાઇ ગોરએ ''અકિલા''ને જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતુ કે આ વિમાનમાં જેટ એન્જીન હોવાથી અને આકાશમાં ટેમ્પરેચર માઇનસ ડિગ્રી હોવાથી તેના ધુમાડાના ગોટા આકાશમાં લાંબો સમય સુધી જોવા મળે છે.(તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)

(1:20 pm IST)