Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

કાલાવડનાં જાલણસરમાં વિજ શોકથી ૫ વર્ષની બાળાનું અને ધ્રોલમાં છાતીમાં દુઃખાવો ઉપડતા મહિલાનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: કાલાવડ તાલુકાના જાલણસર ગામે રમેશભાઈ હરેશભાઈ પટેલની વાડીમાં રહેતા ભારતભાઈ જગુડીયાભાઈ ભરડીયા, ઉ.વ.૩૩ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૯–૧ર–ર૦ર૧ ના આ કામે મરણજનાર સંગીતાબેન ભારતભાઈ ભરડીયા, ઉ.વ.૦પ, રે.  રમેશભાઈ હરેશભાઈ પટેલની વાડીમાં જાલણસર ગામવાળી તા.૧૯–૧ર–ર૦ર૧ ના સાંજના આશરે પોણા છએક વાગ્યાની આસપાસ વિપુલભાઈ ગોરધનભાઈ પાનસુરીયા ની વાડી જાલણસર ગામની સીમમાં ખેતરમાં રમતા રમતા વાડીએ લગાવેલ સોલર ઝટકા શોર્ટમાં અડી  જતા ઝટકા શોર્ટ લાગતા મરણ થયેલ છે.

જામનગર : રાજકોટ રોડ હાઈસ્કુલ પાસે વાણીયા વાડી કોર્નર–૩, રાજકોટમાં રહેતા જેતલબેન હિતેષભાઈ મકવાણા, ઉ.વ.૩૬ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ  છે કે, તા.૧૯–૧ર–ર૧ ના આ કામે મરણજનાર જસવંતીબેન બેચરભાઈ રાછવાણી, ઉ.વ.૪૯, રે. ભવ્યગ્રીન સોસાયટી ધ્રોલ વાળા અપંગ હોય અને છાતીમાં દુઃખાવો થતા પોતાના ઘરે ક્રેશર ઉપર થી કોઈપણ કારણસર અકસ્માતથી નીચે પડી જતા મોઢાના ભાગે ઈજા થતા મરણ થયેલ છે.

રહેણાક મકાનમાંથી દારૂના જથ્થા સાથે ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૧ર–ર૦ર૧ ના ગુલાબનગર, શીવનગર, સાધુ વાસવાણી એપાર્ટમેન્ટ, બ્લોક નં.ભએભ રૂમ નં.ર૦૧, જામનગરમાં આ કામના આરોપી કરણ નારાયણભાઈ ચેલારામાણી, રે. જામનગરવાળાએ પોતાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ–ર૬, કિંમત રૂ.૧૩,૦૦૦/– નો મુદામાલ રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

અગમ્યકારણોસર બોલાચાલી થતા માર માર્ર્યો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સીદીકભાઈ હાજીભાઈ અખાણી, ઉ.વ.૩૬, રે. ખોજા નાકા પાસે, ટીટોડી વાડી, મેમણ એપાર્ટમેન્ટની સામેની શેરી, સતરભાઈ પાનવાળા પાછળની શેરી, બ્લોક નં.ડી/૯, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–૧ર–ર૦ર૧ ના ં ફરીયાદી સીદીકભાઈ પોતાના મીત્ર યુનુસ સાથે લાલ બંગલા સર્કલ, મહાવીર લસ્સીવાળી શેરી, જામનગરમાં હાજર હતા ત્યારે યુનુસના મીત્ર છત્રપાલસિંહ પરમાર ત્યાં આવતા ફરીયાદી સીદીકભાઈના મીત્ર યુનુસ કામ સબબ ચાલ્યા જતા આરોપી છત્રપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમાર, રે. જામનગરવાળા એ ફરીયાદી સીદીકભાઈ સાથે કોઈપણ કારણસર બોલાચાલી કરી ઝઘડો કરી ગાળા ગાળી કરી પોતાના કમરના ભાગે બાંધેલ પટો કાઢી ફરીયાદી સીદીકભાઈને શરીર પર આડેધડ મારતા પટાનો એક ઘા ફરીયાદી સીદીકભાઈને ડાબી આંખના ભાગે લાગી જતા મુઢ  ઈજા થતા  ફરીયાદી સીદીકભાઈ પડી જતા ઢીકાપાટુનો માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી ચાલ્યા જઈ ગુનો કરેલ છે.

ફોરવ્હીલ ચાલકે મોટર સાયકલને હડફેટે લેતા ચારને ઈજા

 અહીં પંચ એ પોલીસ સ્ટેશનમાં કમલેશભાઈ વિશાલભાઈ ઝીઝુંવાડીયા, ઉ.વ.૩૭, રે. ગોકુલનગર, સોમનાથ સોસાયટી, જામનગરવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૧ર–ર૦ર૧ ના ફરીયાદી કમલેશભાઈ પોતાનું પેશન મોટરસાયકલ નં. જી.જે.૧૦–એ.ઈ.–પ૭રપ ઉપર પોતે તથા પોતાની પત્ની જોશનાબેન ઉ.વ.૩પ, તથા દિકરી ખુશાલી ઉ.વ.૧પ તથા દિકરો હાર્દિક ઉ.વ.૧૧ વાળા સાથે જામનગર થી કાલાવડ ફરીયાદી કમલેશભાઈના કાકાના દાડામાં જતા હતા ત્યારે મોડપર ગામથી આગળ પેટ્રોલ પંપ સામે આરોપી ફોર વ્હીલ નં. જી.જે.–૧૦–એ.પી.–૧૬૩૮ નો ચાલક તેનું વાહન એકદમ વધુ સ્પીડમાં બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદી કમલેશભાઈના મોટરસાયકલની પાછળ ઠોકર મારતા મોટરસાયકલ સહિત તમામ પડી જતા ફરીયાદી કમલેશભાઈને જમણા પગના ગોઠણમાં તથા માથામાં ઈજા કરી તેમજ જમણા પગની ત્રીજા ચોથા આંગળીમાં ફેકચર ની ઈજા પહોંચાડી તેમજ ફરીયાદી કમલેશભાઈના પત્ની જોશનાબેનને ડાબા પગના ઘુટી પાસે ફેકચર કરી તેમજ ફરીયાદી કમલેશભાઈની દિકરી ખુશાલીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેમજ દિકરા હાર્દિકને માથામાં તથા મોઢાના ભાગે તથા શરીરે ઈજાઓ પહોંચાડી ગુનો કરેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા વૃઘ્ધનું મોત

અહીં પટેલ કોલોની શેરી નં.૧૧, વિધુત પાર્ક એપાર્ટમેન્ટ, જામનગરમાં રહેતા પરીક્ષીતસિંહ ઈંદ્રવિજયસિંહ ઝાલા, ઉ.વ.૪૪ એ સીટી એ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૯–૧ર–ર૦ર૧ ના આ કામે મરણજનાર રઘુવીરસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા, ઉ.વ.પ૯, રે. નંદનવન પાર્ક, રણજીતસાગર રોડ, જામનગરવાળા ને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા સારવારમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોકટર સાહેબે તપાસીને મરણ થયેલાનું જાહેર કરેલ છે.

(1:21 pm IST)