Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

પતિ સાથે અણબનાવ અને માતા સાથે ઝઘડો થતા મધ્યપ્રદેશની યુવતીએ જામનગર પહોંચી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

૧૮૦ અભ્યમ ટીમે વ્હારે આવી યુવતીને સુરક્ષા તેમજ આશ્રય પૂરો પાડ્યો : પરિવારજનો સાથે નિરાકરણ લાવવાના પ્રયત્નો

જામનગર,તા.૨૦:  જામજોધપુર તાલુકાના સમાણાં ગામમાંથી સામાજિક કાર્યકરનો ૧૮૧ અભયમમાં ફોન આવેલ કે એક દીકરી અહી મળી આવી છે જેને કૂવામાં પડી આત્મ-હત્યાનો પ્રયાસ કર્યો છે. અને તે મૂળ એમ.પી.ના શોટીગોલાના રહેવાસી હોવાનું  જણાવે છે. તેઓની ઉંમર ૧૮ વર્ષ આસપાસ છે અને હાલ તેનું અહી કોઈ નથી તો આપ તેની મદદ કરો.

કોલ મળતા જ ૧૮૧ની અભયમ ટીમ તાત્કાલિક દ્યટના સ્થળે પહોંચી હતી અને કાઉન્સેલિંગ કરતાં દીકરીએ જણાવ્યું હતું કે તે તેના માતા સાથે ઝગડો કરી મધ્યપ્રદેશ પોતાના દ્યરેથી નાસી ગઈ હતી.તેના લગ્ન એક યુવક સાથે થયેલા છે પરંતું તેને તેના પતિ દ્વારા 'તું ગમતી નથી, તારા હાથનું જમવાનું ભાવતું નથી'તેવું કહેવામાં આવે છે જેને લઈ અમારા વચ્ચે વારંવાર અણબનાવ  બનવા પામતો હતો.મધ્યપ્રદેશથી ટ્રેનમાં અને ત્યાર બાદ બસમાં બેસી જામજોધપુરના સમાણા સુધી પહોંચી હતી.

સમાણાં ગામના સામાજિક કાર્યકરે આ દિકરીને આશરો તેમજ કપડાં અને જમવાનુ આપી ૧૮૧ની ટીમ ત્યાં પહોંચી ત્યાં સુધી તે દિકરીને સાચવેલ.યુવતીને હાલ આશ્રયની જરૂરિયાત લાગતા ૧૮૧ની અભયમ ટીમે દિકરીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકવાનો નિર્ણય લીધો જેથી તેને આશ્રય મળી રહે અને દિકરી ત્યાં સુરક્ષિત રહે.આમ, ઘરેથી માતા સાથે ઝગડો કરી નાસી છૂટેલી દીકરીને જામનગરની ૧૮૧ની ટીમના કાઉન્સેલર પોપટ પૂર્વી, કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલાએ દીકરીને મદદ કરી ઘરનું કોઈ જ સભ્ય અહી હાજર નથી ત્યારે દિકરીને સુરક્ષા અને આશ્રય અપાવી સંવેદનાસભર કમગીરી બજાવી છે.

(1:22 pm IST)