Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

લોહાણા મહિલા મંડળ દ્વારા ઓપન જુનાગઢ વાનગી સ્પર્ધા યોજાઇ

જુનાગઢઃ ઓપન જૂનાગઢ વાનગી સ્પર્ધા યોજાઇ હતી. પ્રમુખ શ્રી પારૂલ બેન સૂચકના જણાવ્યા અનુસાર , મોવડી શ્રી મીનાબેન ચગ અને શ્રી ભારતીબેન ઘીયા ના માર્ગદર્શન હેઠળ, ગત તા. ૧૮ ના રોજ લોહાણા મહિલા મંડળમાં ઓપન જૂનાગઢ વાનગી યોજાઈ હતી, જેમાં વિવિધ ઢોકળા અને ઘઉં નું મિષ્ટાન બનાવવા ની સ્પર્ધા માં બહેનોએ ખૂબ બહોળી સંખ્યામાં ભાગ લીધો અને દરેક મહિલા મંડળ ના પ્રમુખ અને આમંત્રિત મહેમાનો અત્રે ઉપસ્થિત રહી પ્રોગ્રામની શોભા વધારી ,નિર્ણાયક તરીકે શ્રી જોલીબેન વારા, શ્રી કર્મજ્ઞાબેન બૂચ, શ્રી નિધિબેન ખખ્ખર, અને  શ્રી જાગૃતિબેન ભટ્ટ એ સેવા આપેલી, કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ શ્રી પારૂલ બેન સૂચક, ઉપપ્રમુખ શ્રી અલ્પાબેન ઉનડકટ, મંત્રી શ્રી રશ્મિબેન વિઠલાણી, શ્રી ક્રિષ્નાબેન અઢિયા, શ્રી ચંદ્રિકાબેન સોઢા, શ્રી રસીલાબેન સોઢા,  શ્રી નીલમબેન વિઠલાણી, શ્રી સાધનાબેન  નિર્મળ શ્રી બિનલબેન ઉનડકટએ જહેમત ઉઠાવી હતી.

(1:23 pm IST)