Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

પોરબંદરના રીણાવાડામાં પ્રીસાઇડીંગ ઓફીસરની ભૂલને કારણે આજે ફરી મતદાન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૦ :.. તાલુકાના રીણાવાડા ગ્રામ પંચાયતની ગઇકાલે ચૂંટણીમાં પ્રી સાઇડીંગ ઓફીસરની ભુલને કારણે ચૂંટણી યોજાઇ શકી ન હોતી. તેથી આજે ફરી ચૂંટણી યોજાઇ રહી છે.

પોરબંદર તાલુકાના રીણાવાડામાં ગઇકાલે પ્રી સાઇડીંગ ઓફીસરની ભૂલને કારણે એક વોર્ડના બેલેટ પેપર અન્ય વોર્ડમાં પહોંચી ગયા હતા જેથી મતદાનની કામગીરી થઇ શકી નહોતી.

રીણાવાડામાં સમયસર ચૂંટણી થઇ નહી શકતા ઉહાપો મચી જતાં મામલતદાર સહિત અધિકારીઓ મતદાન બુથ ઉપર દોડી ગયા હતાં. સરપંચનો વોર્ડ વિસ્તાર સહિત તમામ ૮ વોર્ડની ચૂંટણી સોમવારે તા. ર૦ મીએ લેવા નિર્ણય લીધો હતો.

(1:25 pm IST)