Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ધોરાજીની એમ.એમ. મુસ્લિમ સ્કૂલના શિક્ષકનો કોરોના રીપોટ પોઝીટીવ આવતાં ખળભળાટ

આઠ દિવસ માટે શાળા બંધ કરાવાઈ: ધોરાજીના સ્ટેશન રોડ ક્રિષ્ના એપાર્ટમેન્ટ પાસે આરોગ્ય શાખાએ શિક્ષકના નિવાસ્થાન પાસે તપાસ હાથ ધરી સર્વે કર્યો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના સ્ટેશન રોડ ભગવતસિંહજી હાઈસ્કુલ સામે આવેલ એમ.એમ. મુસ્લિમ સ્કૂલના ૫૭ વર્ષીય શિક્ષક કોરોના સંક્રમિત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે
 ધોરાજી એમ.એમ. સ્કૂલના ૫૭ વર્ષીય શિક્ષક નો રીપોટ પોઝીટીવ આવેલ છે
ધોરાજીના આરોગ્ય અધિકારી ડો પુનિત વાછાણીએ જણાવ્યું હતું કે ધોરાજી એમ.એમ. સ્કૂલ ના ૫૭ વર્ષીય શિક્ષકનો રીપોટ પોઝીટીવ આવેલ છે તેઓ ધોરાજીથી રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી આ સાથે આજરોજ ધોરાજીના સ્ટેશન રોડ ક્રિષ્ના એપાર્ટમેન્ટ પાસે રીપોટ પોઝીટીવ આવતાં સપક માં આવેલ લોકો ના ધોરાજી બ્લોક હેલ્થ ઓફિસર આર. કે.સાવલિયા દેવાંગભાઈ ગોહેલ તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા આ વિસ્તારના તમામ ઘરોમાં ટેસ્ટ રીપોટ કરાયાં છે
હાલ અઠવાડિયા સૂધી એમ.એમ મુસ્લિમ સ્કૂલ બંધ રખાઈ છે લોકો એ કોરોનાની ઇડલાઇન્સ નૂ પાલન કરે માસ્ક પહેરવા સોશીયલ ડિસ્ટન્સ ની અમલવારી કરવા અપીલ કરાઈ છે .

(9:09 pm IST)