Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ધોરાજી તાલુકાની 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામોનો ઇંતજાર : 70 % થી વધુ મતદાન નોંધાયું :તંત્ર દ્વારા મત ગણતરીની તૈયારીઓ પૂર્ણ

ધોરાજીની નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે સવારે મતગણતરી શરૂ થશે: ગ્રામ પંચાયતના સરપંચ જીત્યા પછી દાવો કરશે કે હું ભાજપ કે કોંગ્રેસ.....?

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી તાલુકાના કુલ 30ગામો પેકી 28 ગામમાં ચૂંટણી જાહેર થઈ હતી. જેમા પાંચ ગ્રામ પંચાયતમાં સમરસ જાહેર થતાં 23 ગામોની પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમા શાંતિપૂર્ણ રીતે 70% થી વધુ મતદાન નોંધાયું હતું.
મત ગણતરી માટે ધોરાજી પ્રાંત અધિકારી જી વી મિયાણી, મામલતદાર કે ટી જોલાપરા અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. સવારે આઠ વાગ્યે થી ધોરાજી નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે મત ગણતરી યોજાશે. ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર હકુમતસિંહ જાડેજા દ્રારા મત ગણતરી કેન્દ્ર પર પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
બેલેટ પેપર વડે મતદાન નોંધાયું હોવાથી પરિણામો માટે ઉમેદવારોએ થોડી વધારે રાહ જોવી પડશે.ગ્રામ પંચાયતના સરપંચ જીત્યા પછી દાવો કરશે કે હું ભાજપ કે કોંગ્રેસ.....? નો.....

(9:06 pm IST)