Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ગોંડલમાં પતિને આપઘાતની ફરજ પાડવાના ગુન્હામાં એફ.એસ.એલ. કર્મચારી પત્ની મુખ્ય આરોપીને રેગ્યુલર જામીન ઉપર છુટકારો

ત્રાસ આપી કેસમાં ફીટ કરવાની ધમકીથી કંટાળી સીવીલ એન્જીનિયર યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાના બનાવમાં પત્ની સહિત ૬ વ્યકિતઓ સામે ગુન્હો નોંધાયેલો

રાજકોટઃ. આ કામમાં પોલીસ કેસની ટૂંકી વિગત એવી છે કે, ફરીયાદી રમાબેન વિનોદભાઈ પોરીયાએ ગોંડલ સીટી પોલીસમાં પોતાના દિકરા કુલદીપે તા. ૧૫-૧૦-૨૦૨૦ના રોજ સવારે ૬.૩૦ના અરસામાં પોતાના ઘરે રામજી મંદિર ચોક ગોંડલ ખાતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તથા તેણે લખેલ એક સ્યુસાઈડ નોટ ફરીયાદીને મળતા તેમા તથા ફરીયાદમાં કરેલ આક્ષેપો પ્રમાણે ગુજરનાર કુલદીપના પત્ની અક્ષીતા કે જે રાજકોટ એફ.એસ.એલ.માં નોકરી કરે છે તે તથા તેના સાસુ નીશાબેન (સરકારી શાળાના શિક્ષક) તથા તેના સસરા વિરેન્દ્રભાઈ (એ.જી. ઓફિસના કર્મચારી) તથા તેનો સાળો મૃદિત (સચીવાલય ગાંધીનગરના ડી.વાય.એસ.ઓ. તથા અન્ય એક સગા કે જે વકીલ છે તે તથા અન્ય એક સગા કમલનયન સોલંકી વિગેરે સાસરીયાઓએ મરનાર કુલદિપને માનસિક ત્રાસ આપી તથા ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી તથા આરોપી નં. ૧ ને અન્ય આરોપીઓને ચડામણી કરી કુલદિપને મરવા મજબુર કરતા તેના કારણે કુલદિપે આત્મઘાત કરી લીધેલ વિગેરે આક્ષેપો કરવામાં આવેલ.

આ સંબંધે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૦૬, ૧૧૪, અન્વયે ગુનો નોંધી આરોપી આક્ષીતાબેન, વિરેન્દ્રભાઈ તથા નીશાબેનની ધરપકડ કરી જેલ હવાલે કરેલા તથા અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ આદરેલ હતી.

જેથી જેલમાં આરોપી આક્ષીતાબેન કુલદીપભાઈએ પોતાના વકીલ રૂપરાજસિંહ પરમાર મારફત નામ, ગોંડલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારેલ હતી.

આ આરોપીની જામીન અરજી ગોંડલ એડી. સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીના વકીલની વિગતવારની રજૂઆતો તથા આરોપી તરફે રજુ થયેલ ઉચ્ચ અદાલતના ચુકાદાઓ તથા મૂળ ફરીયાદી તરફેની લેખીત રજૂઆતો તેમજ સરકારશ્રી તરફેની રજુઆતો એમ તમામ પક્ષોની રજૂઆતો ધ્યાને લઈ ગોંડલના મહે. એડી. સેશન્સ જજ શ્રી આર.પી. સિંગ રાઘવ સાહેબે ઉપરોકત આરોપી આક્ષીતાબેનના રેગ્યુલર જામીન મંજુર કરેલ છે.

આ કામે આરોપી વતી જામીન અરજીમાં રાજકોટના વકીલ શ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર તથા ભરત સોમાણી તથા ગોંડલના એડવોકેટ શૈલેષ એન. ભટ્ટી તથા નેહાબેન નાગરીયા રોકાયેલ હતા.

(3:19 pm IST)
  • કાશ્મીરમાં સંખ્યાબંધ સ્થળોએ ઈડીના દરોડા : જમ્મુ અને કાશ્મીર બેંકમાં શંકાસ્પદ વ્યવહારોને સાંકળતા મની લોન્ડરિંગ અંગેની તપાસના સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડાયરેક્તટોરેટે આજે કાશ્મીરમાં અનેક જગ્યાએ દરોડા પાડયા છે. access_time 6:32 pm IST

  • કોરોના મહામારી કરતા પણ ભારતમાં ધાર્મિક કટ્ટરતા અને ઉગ્ર રાષ્ટ્રવાદ વધુ ખતરનાક છે : કોંગી અગ્રણી શશી થરૂરના પુસ્તક ' ધ બેટલ ઓફ બીલોગિંગ ' ના લોન્ચિંગ પ્રસંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીનું વિવાદાસ્પદ વિધાન : આ અગાઉ દેશમાં મુસ્લિમો અસુરક્ષિત હોવાનું બયાન કર્યું હતું : આંતર રાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં પણ ભાગ લીધો નહોતો access_time 12:14 pm IST

  • પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડિઝલના ભાવમાં ૨૨ પૈસાનો વધારોઃ પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે બીજા દિવસે પણ વધારો થયો છે. પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૨ પૈસાનો વધારો થયો છે. ભાવ વધારો આજે સવારે ૬ વાગ્યાથી લાગુ થયો છે. access_time 11:38 am IST