Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

માળીયાના ખાખરેચી ગામે ઉદય ગ્રુપ દ્વારા કોરોનાકાળમાં અવસાન પામેલા ૬૫ સ્વજનોના સ્મરણાર્થે મેઈન રોડ પર વૃક્ષારોપણ

માળીયામિંયાળા, તા.૧૦: માળીયામિંયાણાના ખાખરેચી ગામે કોરોનાકાળમાં અવસાન પામેલા ૬૫ જેટલા સ્વજનોના સ્મરણાર્થે ઉદય ગ્રુપ દ્વારા ખાખરેચી મેઈન રોડ પર વ્યકિતદીઠ દરેકના નામનુ એક વૃક્ષ વાવીને જે વૃક્ષારોપણ કર્યુ છે તે ઉદય ગ્રુપની પ્રેરણાદાયી પહેલને બિરદાવી ગ્રામજનોએ પ્રશંસા કરી છે કોરોનાકાળ દરમિયાન ઉદય ગ્રુપ હરહંમેશ ખડેપગે રહી જાગૃતતાનો સંદેશ પાઠવી માસ્ક વિતરણ અને રેપીડ ટેસ્ટ કેમ્પ યોજી ગ્રામજનોની પડખે ખંભેખંભો મિલાવી ઉભા રહ્યા અને દરેક સ્વર્ગસ્થ સ્વજનની યાદમાં જે વૃક્ષારોપણ કરાયુ તે બદલ ધુમલ પરીવારના મહંતશ્રી ૧૦૮ હિરદાશ કેસવદાશ ધુમલે ઉદય ગ્રુપનો આભાર વ્યકત કરી વિશ્વ પર્યાવરણ દિવસે પોતાના સ્વજન સ્વ.પ્રેમદાસ કેશવદાસ ધુમલના સ્મરણાર્થે જે વૃક્ષારોપણ કરાયુ તે વૃક્ષની જાળવણી સાથે જતન કરવાનો સંકલ્પ લઈને  વૃક્ષને પાણી આપીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી કોરોનાએ દરેક માનવીને સમજ આપી જ દીધી જ છે કે ઓકસીજનનુ મહત્વ શુ છે જેથી દરેક વ્યકિતએ વૃક્ષ વાવીને વૃક્ષનુ જતન કરવુ જોઈએ તેવુ ધુમલ પરીવારના મોભીએ જણાવ્યું હતુ તેમને વધુમાં જણાવ્યું હતુ કે આ વૃક્ષ નથી પણ અમે અમારા સ્વજન સમજી અમે પાણી આપીને વૃક્ષનુ જતન કરીશુ જે ખરેખર પ્રેરણાદાયી અને અન્ય લોકોને પ્રેરણારૂપ બની વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષ વાવોનો સુંદર સંદેશો આપી વૃક્ષારોપણ પર ભાર મુકયો હતો.

(11:58 am IST)