Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ગોંડલના રીબડા ગામ પાસે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તાલુકા પોલીસે દરોડો પાડી 2100 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો

દારૂનો જથ્થો જ્યાંથી પકડાયો તે ગોડાઉનના ભોગવટેદારની શોધ ખોળ

ગોંડલના રીબડા ગામ પાસે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તાલુકા પોલીસે દરોડો પાડી 2100 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના રીબડા ગામ પાસે શુભમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાદમે મળતા એસ.પી. જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શક ગોંડલ તાલુકાના પીએસઆઇ એમ.એ. ઝાલા તથા ટીમે દરોડો પાડી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ 2100 કિંમત રૂપિયા ₹ 6,20,000 નો જથ્થો કબજે કર્યો હતો તાલુકા પોલીસે દારૂનો જથ્થો જ્યાંથી પકડાયો તે ગોડાઉનના ભોગવટેદાર ની શોધ ખોળ હાથ ધરી છે.

(11:16 pm IST)