Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

જસદણના કનેસરામા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

 જસદણ : તાલુકાના કનેસરા ગામમા મકરસક્રાંતિના દિવસે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ હતી. ગામના યુવાનો અને અગ્રણીઓ દ્વારા ખેલાડીને  પ્રોત્‍સાહન મળે તે માટે હંમેશા પ્રયત્‍નો થતા રહેતા હોઈ છે. ખેલમહાકુંભ વખતે પણ કનેસરા ગામના યુવાનો અને બાળકો જિલ્લા તથા રાજ્‍ય કક્ષા સુધી ભાગ લેવા જતા હોઈ છે. તેથી ગામને મેદાન મળે તે માટે પ્રયત્‍ન કરી ટુર્નામેન્‍ટનું આયોજન કરવામા આવ્‍યુ હતુ. અને તે આયોજનમા  મળેલ આર્થિક યોગદાન પણ ગામના બાળકોના મેદાન અને રમત ગમતના સાધનો માટે જ વાપરવામા આવશે. વિજેતા ટીમ સુપર કિંગ્‍સ ટીમને નિલેશબાપુ અને મકવાણા સાહેબ દ્વારા ખેલાડીઓને રોકડ પુરસ્‍કાર પણ આપવામા આવ્‍યુ હતુ પરંતુ વિજેતા ટીમને મળેલ ઈનામી રકમ પણ મેદાન માટે વાપરવા પરત કરીને ખેલાડીઓએ ખેલદિલી દર્શાવી હતી. વિજેતા ટીમને ગામના અગ્રણીઓ દ્વારા ટ્રોફી અને સન્‍માન પત્ર આપીને સન્‍માન પણ કરવામા આવ્‍યુ હતુ. આ સમગ્ર આયોજનમા દરેકનો ખૂબ સહયોગ રહ્યો હતો. (તસ્‍વીર : કરશન બામટા આટકોટ)

(11:37 am IST)