Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ફલ્લાની ડેલ્‍ટા સ્‍કૂલ સોયલમાં હરિદ્વાર વિશ્વ વિદ્યાપીઠનો વાર્તાલાપ યોજાયા

(મુકેશ વરિયા દ્વારા)ફલ્લા,તા.૨૦ : ફલ્લા નજીક આવેલી ડેલ્‍ટા સ્‍કુલમાં હરિદ્વાર વિશ્વ વિદ્યાપીઠ દ્વારા વાર્તાલાપમાં કાર્યક્રમ યોજાયેલ હતો.

સ્‍વાગત પ્રવચન પ્રિન્‍સિપાલ મનસુદભાઇ ઠાકરે આપેલ. દેવ સંસ્‍કૃતિ વિશ્વપીઠ હરિદ્વારાના જર્નાલિઝમની બે વિદ્યાર્થીનીઓ અર્ચના બાબરીયા (મધ્‍યપ્રદેશ) અને અંજલી ચૌલે (દિલ્‍હી)એ વિશ્વ વિદ્યાલયનો પરિચય આપી અને જીવનમાં યોગ, પ્રાણાયામ અને ધ્‍યાનનું મહત્‍વ અને પર્સનાલિટી ડેવલોપમેન્‍ટ અંગે સુંદર ચર્ચા કરી. જામનગર થી પધારેલ શક્‍તિપીઠના વરિષ્‍ઠ સાધક કુંદનબેન પંડયાએ ગાયત્રી શક્‍તિપીઠની પ્રવૃતિઓને ગાયત્રી યજ્ઞનું મહત્‍વ સમાજવ્‍યું. પ્રમુખ સ્‍થાનેથી મોટીવેશનલ સ્‍પીકર ભગવાનજીભાઇ કાનાણી (પ્રિન્‍સિપલ શ્રી ઉમિયા મહિલા કોલેજ ધ્રોલ) એ બાળકોને ઉત્‍કૃષ્‍ટ પ્રવચન પ્રશ્‍નોતરી સાથે આપેલ સતત ‘‘ધ્‍યાન''ને નજર સમક્ષ રાખીએ ‘‘હાર્ડવર્ક એન્‍ડ સ્‍માર્ટ'' વર્ક સાથે અભ્‍યાસનું મહત્‍વ સમજાવ્‍યું અંતમાં ટ્રસ્‍ટી સંજયભાઇ વાંસજાળીયાએ આભાર પ્રવચન આપેલ આશરે ત્રણસો બાળકોએ ઉત્‍સાહપુર્વક ભાગ લીધો.

 

(11:44 am IST)