Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

દ્વારકાના ‘અપના પાન ઘર' વાળા અમુભાઇ રઘુવંશી સમાજ માટે બન્‍યા પ્રેરણાનું ઝરણું

વીર જશરાજ દાદાની જન્‍મ જયંતિ એ તા. રર ના સમુહ ભોજન થશે

(વિનુભાઇ સામાણી દ્વાર) દ્વારકા તા. ર૧ :.. લોહાણા (રઘુવંશી) સમાજના વિરપુરૂષ પૂ. વિર જશરાજ દાદાની તા. રર જાન્‍યુ.ના જન્‍મ જયંતિ મહોત્‍સવ નિમિતે શહેરના ત્રણબતી ચોકમાં  છેલ્લા પચાશ વર્ષ થી નાની એવી પાનની દુકાન અપના પાન ઘર ના નામે થી ચલાવતા અમુભાઇ રાયઠઠ્ઠાના યજમાન પદે સમસ્‍ત દ્વારકાના રઘુવંશી સમાજનું સમુહ ભોજન સતત સાતમી વખત સાંજે ૭ કલાકે લોહાણા મહાજન વાડીના પરિસરમાં યોજાવામાં  આવ્‍યું છે.

અમુભાઇ રાયઠઠ્ઠાએ તેમને મળેલી આ સમાજ પ્રત્‍યેની ભાવનાત્‍મક પ્રેરણા અંગે પ્રતિસાદ આપતા જણાવ્‍યું  હતું કે સમગ્ર સૌરાષ્‍ટ્ર અને ગુજરાતમાં ઠેરઠેર વિર જશરાજ દાદાની જન્‍મ જયંતિ ઉત્‍સવના સમાચારો થી પ્રભાવિત થઇને મને પણ પ્રેરણા મળતા છેલ્લા સાત વર્ષથી હું વિર જશરાજ દાદાની જન્‍મ જયંતિ નિમિતે સમુહ ભોજનનું આયોજન કરૂ છું.

તા. રર જાન્‍યુઆરીના લગભગ ત્રણ હજાર જ્ઞાતિજનોનું સમુહ ભોજનનો ભોજન યજ્ઞના ઉત્‍સવના યજમાન અમુભાઇ એ અનદાન મહાદાન અને ગૌ દાન મહાદાનના સુત્ર સાથે શહેરમાં ગૌદાન અને અનદાન માટે એક ખાસ પ્રકારનું અભિયાન પણ ચલાવી રહ્યા છે. ૭પ વર્ષની ઉમર આ વયોવૃધ્‍ધ રઘુવંશી સમાજના અમુભાઇનું તા. રર મીના સાંજે લોહણા મહાજન વાડી ખાતે રઘુવંશી સમાજની વિવિધ સંસ્‍થાઓ દ્વારા સન્‍માન પત્રા રાખવામાં આવ્‍યું છે. (તસ્‍વીર : દિપેશ સમાણી - દ્વારકા)

(11:45 am IST)