Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ઉપલેટામાં ટ્રેનમાંથી ઉતરવા જતા અકસ્‍માતે પડી જતા મોત

(કળષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા,તા.૨૧ :   ઉપલેટા અહીંયા પોરબંદર થી હાવડા જતી ટ્રેન માંથી સંબંધીને બેસાડીને ઉતરવા જતા ત્‍યારે અકસ્‍માતે પડી જતા મોત થયેલ છે.

આ અંગેની વિગતે  પ્રકારની છે કે ધોરાજી ના અલ્‍તાફ અલી અજીજ  અલી મલેક ઉંમર ૫૨ વાળો ઉપલેટા રેલ્‍વે સ્‍ટેશન ટ્રેનમાં બેસાડવા આવેલ ત્‍યારે અકસ્‍માતે પડી જતા મોત થયેલ હતું ઉપલેટા રેલવે સ્‍ટેશન દ્વારા ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ઘટના સ્‍થળ ઉપર દોડી આવેલ હતી.

૧૦૮ એ મળત્‍યુ જાહેર કરતા પીએમ માટે ઉપલેટા કોટેજ હોસ્‍પિટલ ખાતે ખસેડેલ હતી .ઉપલેટા રેલવે પોલીસ છે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.

થોડા દિવસ પહેલા મોટી પાનેલી ગામે ઉત્તરવા જતા એક મહિલાનું પણ મોત થયેલ હતું.

 

(11:47 am IST)