Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

બોટાદમાં કાલે મેઘાણી વંદનાઃ ભવ્‍ય લોકડાયરો

બોટાદ, તા.૨૧: આઝાદી કા અમળત મહોત્‍સવ ઉજવણીના પ્રસંગે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ, નિર્વાણભૂમિ બોટાદ ખાતે ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા બોટાદ મા નગરપાલિકાના ઓડિટોરિયમ હોલ ખાતે તા.૨૨,,૨૩ ને રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે મેઘાણી વંદના કસુંબલ લોકડાયરાનુ ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે તેમા  વિશ્વવિખ્‍યાત અભેસિહભાઈ રાઠોડ તથા લલિતાબેન ઘોડાદ્રા તથા રાધાબેન વ્‍યાસ તથા હરૂસિહભાઈ સોલંકી અને રસ ઼દર્શન મહેશભાઈ ગઢવી અને સંગીત પંકજભાઈ ભટ્ટ અને આથિઁક સહયોગ ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને સહયોગ બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને બોટાદ જિલ્લા પોલીસ તથા બોટાદ નગર પાલીકા આ મેઘાણી વંદના કસુંબલ લોકડાયરામા મેઘાણી ચાહકો સાથે બોટાદ શહેર જીલ્લા તાલુકાઓ માથી સમગ્ર કાઠી દરબાર સમાજ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે.

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પીનાકીભાઈ  મેઘાણી અને સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજનાં સહમંત્રી બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ખાસ કાઠી દરબાર સમાજને બહોળી સંખ્‍યામાં પધારવા આમંત્રણ પાઠવ્‍યુ છે. ઝવેરચંદ મેઘાણીજી એ અઢારેય,,વઁણ,,સમાજ નો સત્‍ય ઈતિહાસ લખેલ તેમા કાઠીના જેતપુરના  વાલ્‍મીકિ સમાજ જોગડા ઢોલી અને સુદામડાના ઢોલી કાનિયા ઝાપડાનો પણ કોઈ ભેદભાવ વગર સત્‍ય ઈતિહાસ લખેલ છે પણ કાઠી દરબાર સમાજનો ધૂળમાં ધરબાયેલો સુર્વણ ઈતિહાસ એકઠો કરવામાં મેઘાણીજી ને અમુક ગામડાઓમાં ચાલી ને, પગપાળા, જઈ ગામેગામ પાદરમાં પુંજા તા સીંદુરીયા પાળીયાઓમા કંડારાયેલ ઈતિહાસ અને ગામે ગામના વળધોવય પાસેથી અને ચારણ ગઢવી, બારોટ, મીર, ભાટ, વિગેરે જાણકારો પાસેથી સત્‍ય હકીકત નો ખજાનો એકઠો કરી સોરઠી સંતો, સોરઠી બહારવટિયા અને સૌરાષ્‍ટ્રની રસધાર ભાગ,,થી૫ , ભાગ પ્રગટ કરી કાઠી દરબાર સમાજને ચારચાંદ લગાડી દીધેલ તેથી સમગ્ર કાઠી દરબાર સમાજ મેઘાણીજી અને તેના પરિવારનો આજીવન રૂણી છે  તેમ સામતભાઇ જેબલીયાએ જણાવ્‍યુ છે.

(11:48 am IST)