Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

વાંકાનેર ગોકુલધામ-નાર દ્વારા મારૂતિયજ્ઞ આહુતિનો લ્‍હાવો

યજ્ઞએ સનાતન ધર્મમાં સામાન્‍ય રીતે મંત્રો સાથે અગ્નિમાં આહુતિ આપવાની અતિ પ્રાચિન અને મહત્‍વપૂર્ણ પ્રકિયા છે. સ્‍વામિનારાયણ ગોકુલધામ-નાર દ્વારા શ્રી હનુમાનજી દાદાની પ્રસન્‍નતા અર્થે મુલ્‍યવાન સુગંધિત પૌષ્‍ટિક આરોગ્‍યવર્ધક, દ્રવ્‍યો દ્વારા તા. ૦૫-૦૧-૨૦૨૩ થી ૦૫ -૦૨-૨૦૨૩ સુધી એક માસ મારૂતિયજ્ઞ પંચાબ્‍દિ મહોત્‍સવનાં ઉપલક્ષમાં રાખેલ છે. જેમાં જે કોઇ ભક્‍તોને મારૂતિયજ્ઞમાં બેસી મંત્રોચાર દ્વારા આહુતિ આપી અંતઃકરણને શુધ્‍ધ-સાત્‍વિક બનાવવા  આમંત્રણ અપાયું છે. આ યજ્ઞનાં માધ્‍યમથી લોકોનાં જીવનમાં સુખ, સમળદ્ધિ, શાંતિ પ્રદાન કરવાનો આશ્રય છે. સાધુ શુકદેવપ્રસાદદાસ તથા સાધુ હરિકેશવદાસનાં શુભ સંકલ્‍પથી સ્‍વામિનારાયણ ગોકુલધામ યજ્ઞશાળામાં અગિયાર બ્રાહ્મણો દ્વારા સવારે ૮ થી સાંજે ૬ વાગ્‍યા સુધી નિત્‍ય મારૂતિયજ્‍થથી   હનુમાનજીદાદાની પ્રસન્‍નતાનું સેવા કાર્ય ચાલી રહ્યુ છે. જેમાં આસપાસનાં શ્રધ્‍ધાવાન અને ભાવિ ભક્‍તો લાભ લઇ રહ્યા છે.

 

(11:53 am IST)