Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

કાલે કેશોદ જલારામ મંદિરે વિરદાદા જશરાજના શૌર્યદિન નિમીતે ધૂન ભજન મહાઆરતી સહિતના કાર્યક્રમો

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૧: ભારતની ભુમિ એ શૌર્યભુમિ છે. સંતોના પગરવથી પવિત્ર થયેલી આ ભૂમિ છે. દેશની સંસ્‍કળતિ તથા હિંદુ ઘર્મને બચાવવા કેટલાય શુરવીરોએ પોતાની જાતને ન્‍યોછાવર કરી છે. એવા એક શુરવીર યોધ્‍ધા સુર્યવંશના વંશજ લોહાણા કુળમા જન્‍મેલા લોહરગઢના મહારાણા વિરદાદા જશરાજને તેમના શૌર્યદિને યાદ કરીએ છીએ ૨૨ જાન્‍યુઆરી ૨૦૧૯ના રોજ વીરદાદા જશરાજ શૌર્યદિન છે. લોહરાણા દાદા જશરાજનુ જન્‍મ સ્‍થળ લોહર કોટ. લોહ એટલે લોખંડ જેવા મજબુત. લોહરાણાઓ કે જેમણે ત્રણસો વર્ષ પર્યન્‍ત ભારત દેશ ની ચોકીદારી કરી. શુરવીરતા, સમર્પણતા, કરુણા અને કોઇના દુઃખમાં ભાગ લેવો એ વર્ષોથી લોહરાણાઓની પરંપરા રહી છે.

     તા.૨૨-૧-૨૩નાં રોજ વીર દાદા જશરાજ દ્વારા ગાયોની રક્ષા કાજે આ દિવસે લગ્ન મંડપમાંથી ઉભા થઈને શહીદી વહોરી હતી.  જલારામ મંદિરનાં ટ્રસ્‍ટીઓ રમેશભાઈ રતનઘાયરા, દિનેશભાઈ કાનાબાર તથા ડો.તોહલભાઈ તન્નાનાં જણાવ્‍યાં મુજબ આ દિવસને કેશોદ જલારામ મંદિર દ્વારા શહિદ દિવસ તરીક ઉજવવા આવતી કાલે તા.  ૨૨-૧-૨૩ને રવિવારના રોજ જલારામ મંદિરે ધૂન ભજન, મહાઆરતી તેમજ આખો દિવસ દર્શન રાખવામાં આવશે સાંજે દરેક ભક્‍તો માટે પ્રસાદ ભોજન રાખવામાં આવશે

(2:15 pm IST)