Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદે હોર્ન સાયલેંસર તથા અડચણ વાહનો રેંકડીવાળા પર પોલીસના પગલા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૧ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લા હાર્દિક પો. ઇ. એન. ડી. કલોતરા તથા તેમની ટીમ દ્વારા ગઇકાલે જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે હોર્ન તથા સાયલેંસરવાળા વાહન ચાલકો સામે કડક પગલા અંગે ઝૂંબેશ ચલાવીને પોલીસ સ્‍ટાફ સાથે મેઇન બજાર, દરબારગઢ, સતવારા ચોક, નગરગેઇટ તથા જાહેર રોડ પર ફુટ પેટ્રોલીંગ કરીને ઘોઘાંટીયા હોર્ન તથા એલ. ઇ. ડી. પ્રોજેકટ તથા સાયલેંસર ફીટ કરીને બેફામ ચલાવતા ચાર વાહન ચાલકોને ડીટેન કરીને કાર્યવાહી કરી હતી તથા રસ્‍તાને નડતરરૂપ રેંકડીઓ રાખનાર ત્રણ આસામીઓની સામે પગલા લઇને ર૮૩ મુજબ ગુના દાખલ કરવામાં આવ્‍યા હતાં. તેમ પો. ઇ. ટ્રાફિક એન. ડી. કલોતરા દ્વારા જણાવવામાં આવ્‍યું છે. 

(2:16 pm IST)