Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

રાજુલાના છાપરી ખાતે ગ્રામસભા યોજાઈ

રાજુલા : પીપલ્‍સ પ્‍લાન કમ્‍પેઈન - સબકી યોજના સબકા વિકાસ અંતર્ગત અમરેલી જીલ્લાના દરેક તાલુકામા ખાસ ગ્રામસભાનુ આયોજન કરવામા આવેલ છે. જે અંતર્ગત  રાજુલા તાલુકાના છાપરી ગામે જીલ્લા આંકડા અધિકારી વી.એમ.લુણાગરીયાના અધ્‍યક્ષ સ્‍થાને ખાસ ગ્રામસભા યોજાઈ હતી. આ ગ્રામસભામા પીપલ્‍સ પ્‍લાન કેમ્‍પેઈન વિશે બાળકો,સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓના પોષણ સ્‍તર વિશે ચર્ચા કરાઈ. છેલ્લા ત્રણ વર્ષ દરમીયાન પંદરમા નાણાપંચ હેઠળ થયેલ કામો,જલ જીવન મિશન અને ગામની સ્‍વચ્‍છતા સહિતની વિવિધ બાબતે ચર્ચાઓ કરી તેમજ વી.એમ.લુણાગરીયા આરોગ્‍ય શાખા અમરેલી ખાતે પણ વહીવટી અધિકારી તરીકે કામગીરી કરતા હોઈ લોકોના આરોગ્‍યને સુખાકારીરૂપ આયુષ્‍યમાન ભારત કાર્ડ,બીનચેપી રોગોનુ સ્‍ક્રીનીંગ અને હેલ્‍થ આઈ.ડી.કાર્ડ સહિતની વિવિધ યોજનાઓ વિશે હાજર ગામ લોકોને વાફેક કરવામા આવેલ જેથી ગામનો સારી રીતે વિકાસ થઈ શકે. છાપરી ગામે આયોજીત ગ્રામસભામા તાલુકા હેલ્‍થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા,સરપંચ જયશ્રીબેન ભાનુભાઈ પાંડવ,ગામ અગ્રણી માધુભાઈ વોરા,સી.એચ.ઓ.ડૉ.હીમા હડિયા,ચંદ્રેશભાઈ અને તલાટી કમ મંત્રી જાગળતિબેન સહિતના ગ્રામજનો હાજર રહી ગ્રામસભાને સફળતાપૂર્વક પૂર્ણ કરવામા આવેલ જે યાદીમા જણાવેલ છે.

(2:18 pm IST)