Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

અમરેલીમાં સંઘાણી પરિવાર દ્વારા મહિલા વિકાસ ગૃહમાં મકરસંક્રાંતિની ઉજવણી

અમરેલી : મહિલા વિકાસ ગૃહની બહેનો પણ મકરસંક્રાતિનો પર્વ આનંદ ઉલ્લાસ સાથે માણી શકે તે માટે દર વર્ષની માફક આ વર્ષે પણ દિલીપભાઇ સંઘાણી પરિવાર દ્વારા ચીકી, પતંગ, ફીરકી,શેરડી, ખજુરના વિતરણ સાથે મકરસંક્રાંતિ પર્વ ધામધુમથી ઉજવવામાં આવેલ હતું. મહિલા વિકાસ ગૃહમાં આશ્રિત તમામ બહેનો મકરસંક્રાંતિની ઉજવણીમાં સામેલ થયા હતા. ઠંડીથી બચવા ગરમ બ્‍લેકેન્‍ટનું વિતરણ પણ આ તકે સંઘાણી પરિવાર દ્વારા કરવામાં આવેલ. સંસ્‍થાના બહેનો સામુહિકતામાં સક્રાંતિ ઉત્‍સવ ઉજવી શકે તેવી સુંદર વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી હતી. સંઘાણી પરિવારના વિજય સંઘાણી, યુવા અગ્રણી રમેશ શિંગાળા અને રવિન્‍દ્ર ચોડવડીયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ -અમરેલી)

(2:18 pm IST)