Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

જામનગરમાં દેશીદારૂની ભઠ્ઠી પકડી પાડતી ઍલસીબી ટીમ

 (મુકુંદ બદીયાણીદ્વારા) જામનગર તા.ર૧ : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ-અશોકકુમારપોલીસ અધિક્ષક પ્રેમ સુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ઍલસીબી પો.ઇન્સ. જે.વી.ચૌધરીનાઓ તથા પો.સ.ઇ. ઍસ.પી. ગોહિલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહીના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.

દરમિયાન ઍલસીબી સ્ટાફના શિવભદ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઇ ખફીને મળેલ હકિકત આધારે આરોપી મુરૂભાઇ નારણભાઇ ભાન રહે. જામનગર ખોડીયાર કોલોની નીલકમલ સોસાયટી હનુમાન ટેકરી વાળાના કબ્જામાંથી દેશી પીવાનો દારૂ લીટર ૧૬૦ કિ. રૂ.૩ર૦૦ તથા દારૂ બનાવવાનો આથો લીટર ૬૦૦ કિ. રૂ.૧ર૦૦ તથા લોખંડ ચુલા, ગેસના બાટલા, ઇલેકટ્રીક મોટર ઍલ્યુમીનીયમ, ઍલ્યુમીનીયમ તપેલા ટીપણા જે દેશી દારૂ બનાવવાનાસાધનો રૂ.પ૧૦૦ તથા મોબાઇલ ફોન ૦ર કિ. રૂ. ૧૦પ૦૦ ટોટલ કિ. રૂ.ર૦,૦૦૦ના મુદામાલ કબ્જે કરી મજકુર વિરૂધ્ધ પો. હેડ કોન્સ. હરદિપભાઇ ધાધલના પ્રોહીબીશન હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી ઍલસીબી પો.ઇન્સ. શ્રી જે.વી.ચૌધરી તથા પો.સ.ઇ. ઍસ.પી. ગોહિલનાઓ સટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢડા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા,  નિર્મળસિંહ જાડેજા, હરદિપભાઇ ધાધલ,  વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહજાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શીવભદ્રસિંહ જાડેજા,  રાકેશભાઇ ચૌહાણ, અજયસિંહ ઝાલા, કિશોરભાઇ પરમાર, દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા બિજલભાઇ બાલાસરાઍ કરી છે.

(4:06 pm IST)