Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ગોંડલના ખુશાલી ભટ્ટે ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ વધાર્યુ

બી. એ. સ્પેશ્યલ ઇંગ્લિશમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ ગોલ્ડ મેડલ તથા અન્ય બે પુરસ્કાર એનાયત

ગોંડલ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૫૭માં પદવીદાન સમારંભમાં રાજકોટ ક્રાઇસ્ટ કોલેજમાં અભ્યાસ કરતી ગોંડલની ખુશાલી ભટ્ટને બી. એ. સ્પેશ્યલ ઇંગ્લિશમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ ગોલ્ડ મેડલ તથા અન્ય બે પુરસ્કાર એનાયત કરવામાં આવેલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલગ્ન બધીજ કોલજમાંથી મુખ્ય વિષય અંગ્રેજી સાથે ખુશાલી ભટ્ટે બી. એ. માં સૌથી વધુ માર્કસ  મેળવ્યા છે. તેઓ જ્ઞાનદિપ કલાસીસ વાળા  દિપકભાઈ ભટ્ટ તથા ગોંડલ મહિલાકોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડો. અનુપમાબેનની પુત્રી છે. ખુશાલી ભટ્ટે ગોંડલ અને સમસ્ત બ્રહ્મસમાજનું ગૌરવ વધારેલ છે.

   
(1:00 am IST)