Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

યોગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની તક, મોરબીમાં નિશુલ્ક યોગ ટ્રેનર તાલીમ શિબિર યોજાશે.

આગામી તા. ૦૧ એપ્રિલના રોજ નિશુલ્ક યોગ ટ્રેનર તાલીમ શિબિરનું આયોજન

મોરબી : યોગ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની ઉત્તમ તક મોરબીવાસીઓને મળી રહી છે જેમાં આગામી તા. ૦૧ એપ્રિલના રોજ નિશુલ્ક યોગ ટ્રેનર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

યોગ બોર્ડ દ્વારા તા. ૦૧ એપ્રિલના રોજ સવારે ૬ થી ૮ અને બપોરે ૩ થી ૫ કલાક સુધી ભક્તિ યોગ કેન્દ્ર અને વિનય કરાટે એકેડેમી, મયુર પાર્ક, અવની ચોકડી પાસે કેનાલ રોડ મોરબી ખાતે નિશુલ્ક યોગ ટ્રેનર તાલીમ શિબિરનું આયોજન કરાયું છે જેમાં કોઈપણ ક્ષેત્રમાં કાર્ય કરતા નોકરિયાત, બિઝનેશમેન, ગૃહિણીઓ, માતાઓ, વિદ્યાર્થીઓ અને નિવૃત વ્યક્તિઓ યોગ ટ્રેનર તરીકે પોતાના યોગ વર્ગ શરુ કરવા ઇચ્છતા હોય તેઓ જોડાઈ સકે છે

  યોગ ટ્રેનર તાલીમ શિબિરમાં જોડાવવા માટેની લાયકાતની વાત કરીએ તો અભ્યાસ ધોરણ ૧૦ પાસ કે તેથી વધુ, ફ્રેશર અથવા યોગની સામાન્ય જાણકારી ધરાવનાર, તારીખ ૧ એપ્રિલના રોજ ઉમર ૧૬ વર્ષ કે તેથી વધુ તેમજ સેવા ભાવના ધરાવતા લોકો જોડાઈ સકે છે   જે શિબિરની વિશેષતાઓ જાણીએ તો કુલ ૧૦૦ કલાકની ઓફલાઈન તાલીમ, બાદમાં ૭ દિવસની ઓનલાઈન તાલીમ, પરીક્ષા પાસ કર્યા બાદ પ્રમાણપત્ર, મુખ્ય કાર્ય સાથે યોગ વર્ગ ચલાવી સકાય, યોગ બોર્ડના નિયમો મુજબ માનદ વેતન મળવાપાત્ર, યોગ વર્ગ શરુ કરવા માટે સુવર્ણ તક, યોગ ટ્રેનરની આગવી ઓળખ બને જે યોગ શિબિરમાં જોડાવવા માટે મોરબી જીલ્લા યોગ કો ઓર્ડીનેટર વાલજીભાઈ ડાભી મોબાઈલ નંબર ૯૫૮૬૨ ૮૨૫૨૭ અને ૯૪૦૯૬ ૬૩૬૨૭ પર સંપર્ક કરી શકાશે.

 

(11:02 pm IST)