Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

સુરેન્‍દ્રનગરના ભોયકા ગામની સીમમાં ભરઉનાળે ટીડોડીએ ઇંડા મુકયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૧ : ચોમાસાની શરૂઆત થવાંનાં થોડા દિવસો પહેલા વાડી કે સીમ વિસ્‍તારમાં કે પછી મકાન કે તેની છત ઉપર કે માણસ કે પશું કે જાનવરની ઓછી અવર જવર હોય ત્‍યાં ટીટોડી ઈંડા મુકે છે. જેમાં બે ત્રણ કે ચારની સંખ્‍યામાં ટીટોડી ઈંડા મુકે છે..અને તે ઈંડાની ચાંચ કઈ દિશામાં રહેલી છે. અને ચોમાસાંમાં ક્‍યાં મહીનાંમાં કેટલો અને કેવો વરસાદ થશે તેનો વરતારો અમુક અનુભવીઓ કરતાં હોય છે. ત્‍યારે લીંબડી તાલુકાનાં ભોયકા ગામની વાંસેર સીમ વિસ્‍તારમાં એક ખેડુતનાં ખેતરમાં આ કાળાં ધોમધખતાં ઉનાળાનાં પ્રારંભે ટીટોડી એ બેની સંખ્‍યામાં ઈંડા મુકતાં આગાહીકારો અને જયોતિષ શાષાોને મોઢામાં આંગળા નાંખી દેતાં કરી દીધાં છે. ભોયકા ગામની સીમમાં ટીટોડી એ અત્‍યારથી જ આગોતરા ઈંડા મુકતાં ખેડુત આલમમાં પણ આગામી ચોમાસું કેવું રહેશે તે અંગે અવઢવમાં મુકી દીધાં છે. સાથે આ બાબતથી કુતુહલ સાથે આヘર્ય પણ ફેલાયું છે.

(10:51 am IST)