Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

જસદણના કમળાપુરમાં ઇકોગાડી દુકાનમાં ઘુસી જતા ટોળા એકત્ર થયા

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૨૧: જસદણ તાલુકાના કમાલપુર ગામે ઇકો ગાડીᅠ અકસ્‍માતે એક ઊંચાᅠ દુકાનમાં ઘુશી જતા લોકોના ટોળા એકત્ર થયા હતા.

આ અંગેની વિગતો મુજબ જસદણ તાલુકાના કમળાપુર ગામે બસ સ્‍ટેન્‍ડ નજીક બેન્‍ક પાસે એક ઈકો ગાડી અકસ્‍માતે એક ઉંચી દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ બનાવને પગલે એક વ્‍યક્‍તિને સામાન્‍ય ઇજા થઈ હતી. કમળાપુર બસ સ્‍ટેન્‍ડ પાસે લોકોને ટોળા એકત્ર થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કમળાપુર બસ સ્‍ટેન્‍ડ વિસ્‍તારમાં મોટા પ્રમાણમાં દબાણ હોવાથી અવારનવાર ટ્રાફિક જામ થાય છે અને ટ્રાફિક સમસ્‍યા પણ સર્જાય છે.ᅠ દબાણ અને ટ્રાફિક ને લીધેᅠ અનેક વખત કમળાપુર બસ સ્‍ટેન્‍ડ નજીક નાના મોટા અકસ્‍માત પણ થાય છે.

(10:52 am IST)