Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

જામનગરના ગુન્‍હાનો ફરારી ધોરાજીનો શખ્‍સ ઝડપાયો

જામનગર,તા. ૨૧ : સીટી બી ડીવી.પો.સ્‍ટે. ગુ.ર.ન ૧૧૨૦૨૦૦૯૨૨૧૦૩૦ પ્રોહી એકટ કલમ ૬૫એઇ, ૯૮ (૨), ૮૧ મુજબના કામે છેલ્લા આઠેક મહીનાથી નાસ્‍તો ફરતો આરોપી બાબર ઉર્ફે સલીમ હાજીઇસ્‍માઇલ ખુરેશી મતવા રહે. ધોરાજી સંધારીયા બજાર ચીસ્‍તીયા મસ્‍જીદ શેરીમાં જી. રાજકોટ વાળો હાલ જામનગર મોરકંડા રોડ સનસીટી સામે રાજ સોસાયટીમાં પોતાના સંબંધીને ત્‍યાં આવેલ હોય જે  હકીકત આધારે આરોપી મળી આવેલ હોય અને સદરહું ગુન્‍હાની તપાસ હાલ સીટી એ ડીવી. પો.સ્‍ટે. ના પો.સબ.ઇન્‍સ. બી.એસ.વાળાનાઓ ચલાવી રહ્યા હોયજેથી મજકુર આરોીને ગુન્‍હાના કામે હસ્‍તગત કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે.

આ કામગીરી ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. પી.પી.ઝા પો.સબ. ઇન્‍સ. બી.એસ.વાળા તથા પો.હેડ કોન્‍સ. દેવાયતભાઇ આર.કાંબરીયા, મહીપાલસિંહ એમ. જાડેજા, રવિરાજસિંહ એ. જાડેજા, રવિન્‍દ્રસિંહ એન.પરમાર, સુનીલભાઇ એ. ડેર, શૈલ.ષભાઇ કે. ઠાકરીયા, પો.કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ એન.સોઢા, વિક્રમસિંહ બી. જાડેજા, ખોડુભા કે. જાડેજા, રૂષિરાજસિંહ એલ. જાડેજા, રાજેન્‍દ્રસિંહ જી.ડોડીયા, રવિભાઇ જી. શર્મા, મહેન્‍દ્રભાઇ આર. પરમાર, શિવરાજસિંહ અને રાઠોડ, વિરેન્‍દ્રસિંહ બી. જાડેજા, વિજયભાઇ બી. કાનાણી દ્વારા કરવામાં આવેલ છે

(10:55 am IST)