Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

દુષ્‍કર્મ કેસમાં આરોપીને દસ વર્ષની સજા ફટકારતી ગાંધીધામ કોર્ટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૧: ગત ૨૦૧૮ના વર્ષમાં ગાંધીધામમાં રેલવે કોલોનીમાં યુવતીને બોલાવી લગ્નની લાલચ આપી સહમતી વગર દુષ્‍કર્મ ગુજારવાના ગુનામાં ગાંધીધામ કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્‍યો છે. ગાંધીધામ એડી. ડીસ્‍ટ્રીક સેશન્‍સ જજ (પોકસો) સ્‍પે. કોર્ટ દ્વારા આરોપી મનોજકુમાર મહાવીરસિંઘ સ્‍વામીને દસ વર્ષની કેદ ઉપરાંત ૫૫ હજારનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ દોઢ વર્ષની કેદ ઉપરાંત ભોગ બનનાર ને ૫૦ હજારનું વળતર આપવાનો આદેશ કરાયો છે. ફરિયાદ પક્ષ વતી ૧૭ સાહેદ અને ૩૦ દસ્‍તાવેજી આધારો તપાસવામાં આવ્‍યા હતા. આ કેસમાં સરકારી વકીલ હિતેષીબેન ગઢવી એ દલીલો કરી હતી. ફરિયાદ પક્ષ વતી વકીલો આર.કે. સિંગલ, રવિના શેખ, પ્રિયંકા રાવ, આનંદ સિંગલ, અશોક ચાવલા ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:20 am IST)