Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

અમિતભાઇ શાહને મળતા હિરેન સોલંકીઃ મેંદરડાના અગ્રણી સ્‍વ. દેવાણંદભાઇ સોલંકીને યાદ કર્યા

રાજકોટ : મેંદરડા પંથકના જુના અને જાણીતા અગ્રણી અને રાજયના પૂર્વ પ્રધાન સ્‍વ. શ્રી દેવાણંદભાઇ સોલંકીના સૂપૂત્ર શ્રી હિરેન દેવાણંદભાઇ સોલંકીએ બે દિવસ પહેલા જુનાગઢની મુલાકાતે આવેલા કેન્‍દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહની હેલીપેડ પર શુભેચ્‍છા મુલાકાત લીધેલ. હિરેન સોલંકીએ સ્‍વાગત કર્યુ ત્‍યારે અમિતભાઇએ દેવાણંદભાઇ સાથેના સબંધો યાદ કરી સંભારણા વર્ણાવ્‍યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે હિરેન સોલંકી (મો. ૯૮રપર ર૧પ૭) પોતાના પિતાજી સ્‍વ. દેવાણંદભાઇનો જનસેવાનો વારસો સંભાળી દીપાવી રહ્યા છે. તેઓ અગાઉ જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદે રહી ચૂકયા છે. હાલ જિલ્લા ભાજપના મહામંત્રી અને મેંદરડા માર્કેટ યાર્ડના ડીરેકટર છે.

(11:51 am IST)