Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ઘોઘાના ઓદરકા ગામે થ્રેસરમાં મહિલાના વાળ ખેંચાતા ગંભીર

ભાવનગર, તા.૨૧: ઘોઘા તાલુકાના ઓદરકા ગામે ખેતજુરી કામ કરતી મહિલા હલરમા કામ કરી રહી હતી. એ સમયે અકસ્‍માતે મહિલાના લાંબા વાળ આવી જતા એકજ જાટકે ખોપરી પરના વાળ ખેચાઇ જતા મહિલા લોહી લુહાણ બની ગઈ હતી. જેને ગંભીર હાલતે ભાવનગર ખસેડવામાં આવી હતી. આ મહિલાની પ્રાથમિક સારવાર તણસા ૧૦૮ ની ટીમે તાત્‍કાલિક દોડી જઇ આપતા મહિલાનો જીવ બચી ગયો હતો.

હાલ ઘઉંને લણવા અને ભરવા ની સીઝન ચાલી રહી છે.આથી થ્રેસર ની જરૂર પડે છે. થ્રેસર મા કામ કરતા મજૂર દ્વારા કોઈ આકસ્‍મિક ભૂલ થાય તો જીવ ગુમાવવાનો વખત આવે છે.આવીજ એક ઘટના ઓદરકા ગામે શ્રમિક મહિલા સાથે બની.

કામ કરતી વખતે થ્રેસર (હલર) માથું આવી જતાં માથાની ખોપડી ના બધા વાળ ઊંચકી જતાં ખુબજ લોહી લુહાણ હાલતમા ૧૦૮ તણસા ના સ્‍ટાફ Emt રઘુવીર દિહોરા અને Pilot ઉગાભાઈ કામળીયા દ્વારા જડપ થી સમય સર ભાવનગર સર ટી હોસ્‍પિટલ મા દાખલ કરી દર્દી લીલાબેન શંકરભાઈ માવી ઉં.વ.૨૧ની માતાની જિંદગી બચી જવા પામી હતી

(11:53 am IST)