Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ભાણવડના બોળકીનો ભરવાડ દેશી અગ્નિશષા સાથે ઝડપાયો

ખંભાળીયા તા. ર૧: પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ તેમજ નિતેશ પાંડેય પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા દ્વારા ગેરકાયદેસર હથીયારો ધરાવતા અસામાજીક તત્‍વોની માહીતી મેળવી, મળી આવ્‍યે તેઓ વિરૂધ્‍ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા પી. સી. સીંગરખીયા ઇન્‍ચા. પોલીસ ઇન્‍સપેકટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકાનાઓને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.

જે અનુસંધાને એ.એસ.આઇ. ઇરફાનભાઇ આદમભાઇ ખીરાની સાથે પોલીસ હેડ કોન્‍સ. જીતુભાઇ મેરામણભાઇ હુણ, કિશોરસિંહ ભગુભા જાડેજા, ડ્રાઇવર પોલીસ કોન્‍સ. જગદીશભાઇ લાખાભાઇ કરમુર એ રીતેના એસ.ઓ.જી. સ્‍ટાફના માણસો એસ.ઓ.જી. લગત કામગીરી સબબ ભાણવડ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન હકિકત મળેલ કે રાજુભાઇ દેવશીભાઇ ખીંટ, રહે. બોળકી ગામ, તા. ભાણવડ, વાળો ઇસમ ટ્રક ડ્રાઇવીંગ દરમ્‍યાન બીજા રાજયમાંથી ગે.કા. રીતે સક્ષમ અધિકારીના પાસ પરવાના વગરના દેશી હાથ બનાવટનો ઉપરથી ભરવાનો કટ્ટો (અગ્નિશષા) લઇ આવેલ છે અને હાલ તે કટ્ટો લઇને બોળકી ગામમાં તેના ઘરની સામે પાણીના ટાંકા પાસે ઝાડ નીચે બેઠેલ છે. આમ, હકીકત મળતા બોળકી ગામથી ધારાગઢ ગામે જતા રોડના ખુણા ઉપર પાણીના ટાંકા પાસે આવેલ ઝાડ નીચે એક ઇસમ બેઠેલ હોય જેના કબ્‍જામાં એક દેશી હાથ બનાવટનો ઉપરથી ભરવાનો કટ્ટો (અગ્નિશષા) મળી આવેલ જેથી રાજુભાઇ સ.ઓફ દેશીભાઇ દેવાભાઇ ખીંટ, ભરવાડ, ઉ.વ. ૩૮, ધંધો ડ્રાઇવીંગ, રહે. બોળકી ગામ, ભરવાડ પાળો, રોડના કાંઠે વાળો હોવાનું જણાવેલ.

(12:09 pm IST)