Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ધ્રોલના લતિપુરમાં મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજનઃ ગામ સ્‍વયંભુ બંધ પાળશે

ધ્રોલ, તા.૨૧: ધ્રોલ તાલુકાના સમસ્‍ત લતિપુર ગામ અને શ્રી કાંઠાવાળી મેલડી માં સમિતિ ધ્‍વારા શ્રી મેલડી માતાજીના નવરંગ માંડવાનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ હોય ત્‍યારે આ ધાર્મિક કાર્યક્રમને લઈને સમસ્‍ત ગામ ગુરુવારના રોજ સ્‍વયભું બંધ પાડીને માતાજીના ભકિતના રંગે રંગાવવા માટે અનેરો થનગનાટ અનુભવી રહયા છે...

ધ્રોલ તાલુકાના લતીપર ગામે આગામી તા. ૨૩ના ગુરુવારના રોજ શ્રી મેલડી માતાજીનો ૨૪ કલાકનો નવરંગ માંડવા પ્રસંગે થાંભલી રોપણ મુહર્ત, માતાજીના સામૈયા અને બપોરના ૧૧/૩૦ કલાકે માતાજીના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યુ છે અને શુક્રવારના તા. ૨૪ ના રોજ થાંભલી વધાવવાનું આયોજન કરવામાં આવેલ છે આ નવરંગ માંડવામાં ગોળ ખીજળીયા તરીકે દલસુખભાઈ કુંઢીયા તેમજ ભરતભાઈ કુંઢીયા રહેશે અને માતાજીના ડાક વગાડવા માટે પંચના ભુવાશ્રીઓને આમંત્રણ આપવામાં આવેલ છે.

લતિપર ગામે આગામી તા.૨૪ અને તા.૨૪ ના રોજ મેલડી માતાજીના નવરંગ માંડવાના આયોજન માટે સમસ્‍ત ગામ સ્‍વયભું બંધ પાડીને આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાશે ત્‍યારે આ ભવ્‍ય ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે જીલ્લા પંચાયતના પુર્વ કારોબારી સમિતિના ચેરેમન ગણેશભાઈ મુંગરા, સરપંચ હસમુખભાઈ સરવૈયા, શામજીભાઈ વાઘેલા, શામજીભાઈવાઘેલા, મોહનભાઈ વાધેલા, બાપાલાલ જાડેજા, ભરતસિંહ જાડેજા, મનસુખભાઈ વાઘેલા, સંતોષભાઈ સરવૈયા, સાગરભાઈ કેશુરભાઈ સહીતના કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે ત્‍યારે આ મેલડી માતાજીનો નવરંગ માંડવામાં પધારવા માટે લતિપુર સમસ્‍ત ગામ તેમજ કાંઠાવાળી મેલડી માં સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.(સંજય ડાંગરઃ ધ્રોલ)

(12:47 pm IST)