Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

અમરેલી જિલ્લા સિપાહી સમાજ દ્વારા શિક્ષણ માટે સહાય

અમરેલીઃ અખિલ ગુજરાત સિપાહી સમાજ સલગ્ન અમરેલી જિલ્લા સિપાહી સમાજ દ્વારા ગરીબ સિપાહી ના દીકરા દીકરીઓને શિક્ષણ માટે સહાય કરતા નો ચેકનું વિતરણ કરવા માં આવ્‍યું

અખિલ ગુજરાત સિપાહી સમાજ પ્રમુખ રશીદભાઈ કાજી મહિલા પાંખના પ્રમુખ શહેનાજબેન બાબી યુવા પાંખના પ્રમુખ સાજીદભાઈ ખોખર અને અખિલ ગુજરાત સિપાહી સમાજ.સમૂહ લગ્ન કમિટીના ચેરમેન ઉસ્‍માનભાઈ ગોરી ઉપપ્રમુખ રફીકભાઈ મોગલ ના આદેશ અનુસાર  અમરેલી  સિપાહી સમાજના પ્રમુખ સલીમભાઈ કુરેશી રફીકભાઈ ચૌહાણ જમાલભાઈ મોગલ દ્વારા સાવરકુંડલા સિપાહી સમાજ ના વિદ્યાર્થી ઓ સોનુબેન નાસિરભાઈ પઠાણ હફીઝ નાસિરભાઈ  પઠાણ અને રાજીક રસિકભાઈ ચૌહાણ એમ ત્રણ વ્‍યક્‍તિ ઓ ને સહાય નો ચેક આપવા માં આવેલ છે   

અમરેલી જિલ્લા સિપાહી સમાજ સિપાહી સમાજના વિદ્યાાર્થીઓને અવીરત પણે શિક્ષણ સહાય તેમજ સિપાહી સમાજની પ્રગતિ અને ઉન્‍નતિ માટેના કાર્યો કરવા આગેકૂચ કરી છે

(12:49 pm IST)