Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ખીજદડ ગામે દારૂ સાથે બે ઝડપાયા

ખંભાળિયા : ખીજદડ ગામમા રહેતા સંજયસિંહ જશુભા જાડેજા નવા ખીજદળ ગામે રહેતા પુંજાભાઇ પીઠાભાઇ કરમુરની માલીકીની જુની વાડી સીમમાં આવેલ ખેતર ભાગમાં રાખી દારૂનો જથ્‍થો રાખી વેચાણ કરે છે જેથીહકીકત વાળી જગ્‍યાએ  રેઈડ દરમ્‍યાન દારૂ રોયલ કલાસીક વ્‍હીસ્‍કી સીલબંધ પાંઉચ કુલ નં.૬૬૦ કિ.રૂ.૪૬,૨૦૦/-તથા વાઇટ લેક વોડકા સીલબંધચપટ્ટા ફુલ નં-૫૩૧ કી.રૂ.૩૭,૧૭૦/- તથા વાઇટ લેક વોડકા સીલબંધ બોટલ કુલ નં-૧૨ કિ.રૂ.૪૮૦૦/-તેમજ મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળીકુલ મુદ્દામાલ કિ.રૂ.૯૮,૧૭૦/-સાથે બન્ને આરોપીઓને પકડી પાડી તેના વિરૂધ્‍ધ કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશન ખાતે ગુન્‍હો રજી કરાવેલ છે. રેઇડ દરમ્‍યાન (૧) સંજયસિંહ જશુભા જાડેજા ગી.રા. ઉ.વ.૩૯ (ર) વિરપાલસિંહ મનુભા જાડેજા ગી.રા.ઉવ.૩૦ ધંધો.ખેતી પકડાઇ ગયા હતા. આ કામગીરી  (૧) એમ.આર.સવસેટા પો.સબ.ઈન્‍સ.કલ્‍યાણપુર પો.સ્‍ટે. (ર) એલ.એલ.ગઢવી એ.એસ.આઇ.(૩) રામશીભાઇ વી. ચાવડા (૪) ધરણાંતભાઇ કે. માડમ પો હેડ.કોન્‍સ.(૫) રામભાઈ જે. ચંદ્રાવાડીયા (૬) નેભાભાઇ એ. બારડ (૭) નારણભાઇ બી. આંબલીયા પો.કોન્‍સ. ૨૪૪ (૮) રવિરાજસિંહ પી. જાડેજાએ કરી હતી.

(12:51 pm IST)