Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

સાવરકુંડલા ખાતે તહેવારો ને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટીંગ મળી

સાવરકુંડલા,તા.૨૧: આગામી દિવસોમાં આવી રહેલા ચેટીચાંદ , રમજાન માસ અને રામનવમીના તહેવારોના અનુલક્ષીને  સાવરકુંડલા ખાતે વિભાગીય પોલીસ વડા હરેશ વોરા દ્વારા લીમડી ચોક ખાતે હિન્‍દુ મુસ્‍લિમ સમાજના આગેવાનો, વેપારીઓ ની એક શાંતિ સમિતિની મીટીંગ બોલાવવામાં આવી હતી.  આ મીટીંગ માં આવી રહેલા તહેવારો બંને સમાજે મળીને કોમી એખલાસ થી ઉજવવા એવું  નકકી કર્યું હતું અહીં ડી. વાય.એસ.પી.હરેશ વોરાની શહેરીજનો ની સલામતી માટે કાયદો વ્‍યવસ્‍થાની ઉત્તમ અને કુનેહભરી કામગીરીની નોંધ લઇ લીમડી ચોકમાં આગેવાનો દ્વારા તેમનું હાર તોરાથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું જોકે ડી. વાય. એસ.પી.હરેશ વોરાને  પહેરવામાં આવેલા હાર  તુંરત બાજુમાં ઊભેલા  બે નાના બાળકોને પહેરાવી પોતાની  નિખાલસતા અને સાદગી નો પરિચય કરાવ્‍યો હતો.  જ્‍યારે ઉચ્‍ચ પોલીસ અધિકારી દ્વારા બંન્ને બાળકોને સરપ્રાઇઝ સન્‍માન મળતાં બંન્ને બાળકો આનંદિત થઇ ગયા હતા.  

શાંતિ સમિતિની મીટીંગ દર વખતે પોલીસ સ્‍ટેશન ખાતે જ યોજાતી હોય છે પરંતુ છેલ્લા ઘણા વર્ષો બાદ લીમડી ચોક વિસ્‍તારમાં દબાણો દૂર થતાં ચોક ઘણો ખુલ્લો થતાં શહેરીજનો ખુલ્લાં થયેલા ચોકની મુલાકાત લઈ શકે તે માટેનાં પ્રયોગરૂપે શાંતિ સમિતિની મીટીંગ લીમડી ચોક ખાતે બોલાવવામાં આવી હતી. ડી.વાય.એસ.પી.  હરેશ વોરાની અપીલને માન આપીને શહેરમાંથી વેપારીઓ અગ્રણીઓ અને બંને સમાજના આગેવાનો મિટિંગમાં હાજર રહ્યા હતા અને આવી રહેલા તહેવારો કોમી એખલાસ અને ભાઈચારાની ભાવના સાથે ઊજવવાની ખાત્રી આપી હતી.

શ્રી વ્‍હોરાએ જણાવેલ હતું કે અમારી લાયક કામ કાજ હોય તો ચોક્કસ કહેજો  આ શાંતિ સમીતી ની મીટીંગ માં સી ટી પી આઈ સોની.જીવનભાઈ વેકરિયા. પ્રવીણભાઈ સાવજ.કેશુભાઈ વધેલા કિશોરભાઈ બુહા.રાજુભાઇ શિંગળા.ઈકબાલ ગોરી ઈંદ્રિશભાઈ જાદવ.અજયભાઈ ખુમાણ સોહિલ શેખ.રાજુભાઇ નાગ્રેચા પી એસ આઈ રાઠોડ. જીતુભાઇ સરવૈયા.મહેબૂબ કાદરી.નગરપાલિકા ગોસાઈ વિગેરે વિવિધ રાજકીય આગેવાનો અને શહેર ના અગ્રણી મોટી સંખ્‍યા માં ઉપસ્‍થિત રહેલ હતા  આ બેઠક ને સફળ બનાવવા હિંગરાજસિંગ  ચિંતાનભાઈ મારૂં. હર્ષદભાઈ મહેતા.વિગેરે સીટી પોલીસ જહેમત ઉઠાવેલ હતી

(12:51 pm IST)