Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

પોરબંદરના ઝુંડાળામાં તીનપતી જુગાર રમતા ૪ શખ્‍સો ૩૯૪૦૦ની રોકડ સાથે ઝડપાયા

 

પોરબંદર, તા., ૨૧: ઝુંડાળા વિસ્‍તારમાં રહેણાંક મકાનમાં તીનપતી જુગાર રમતા ૪ શખ્‍સોને ૩૯૪૦૦ની રોકડ સાથે પોલીસે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

ઝુંડાળામાં પોલીસે નાગાજણ મશરી ટીંબાના રહેણાંક મકાનમાં તીનપતી જુગાર દરોડો પાડીને જુગાર રમતા નાગાજણ મસરી, દેવશી ગોગન, અળશી જગનભાઇ, રાજુ જીવનદાસને  ૩૯૪૦૦ ની રોકડ સાથે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

(12:53 pm IST)