Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

જામનગર જિલ્લામાં નિર્માણ પામેલા પ્રથમ કિસાન મોલ થકી ખેડૂતોને આર્થિક ફાયદો થશે

જામનગર તા. ૨૧ : જિલ્લાનો પ્રથમ કિસાન મોલ હડિયાણા ગામે નિર્માણ પામ્‍યો છે. તાજેતરમાં જ કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ કિસાનમોલમાં ખેતીને લગતી વસ્‍તુઓ એક જ જગ્‍યાએથી કિફાયતી ભાવે મળી રહેતા ખેડૂતોને રાહત મળી છે. તેમજ ગામડાના ખેડૂતોએ શહેરમાં જવું પડતું નથી. ત્‍યારે હડિયાણા ગામે રહેતા ખેડૂત નરસિંહભાઈ કાલાવડીયા જણાવે છે કે, ભારત સરકારના કળષિ ઇન્‍ફ્રાસ્‍ટ્રચર ફંડ નાબાર્ડના સહયોગથી હડિયાણા સેવા સહકારી મંડળી દ્વારા કિસાનમોલ બનાવવામાં આવ્‍યો છે. સામાન્‍ય ટોકન દરે સહકારી મંડળીને લોન મળતા હું સરકાર અને નાબાર્ડનો આભાર માનું છું. કિસાનમોલ બનવાથી ખેડૂતોએ જે દવાઓ અને બહાર લેવા જવું પડતું હતું તે હવે અહી કિફાયતી ભાવે મળશે. સાથો સાથે ખેડૂતોને મુસાફરી ખર્ચ અને સમયનો પણ બચાવ થશે.

(2:13 pm IST)