Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

આટકોટ પંથકમાં કમોસમી તોફાની પવન સાથે વરસાદથી ઘઉં, સુરજમુખીના પાકને નુકશાન

(કરશન બામટા દ્વારા)આટકોટ,તા. ૨૧ : પડેલ ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્‍યો હતો. ખેતરમાં તૈયાર પાક નુકસાની થઈ વાઢેલા ઘઉંના પાકને નુકસાની પહોંચી તેમજ સૂર્યમુખીનું વાવેતર પણ નુકસાની પહોંચી હતી. ખેતરમાં ઘઉંના પાક લેવાની તૈયારી ચાલતી હતી તે સમયે માવઠું પડ્‍યું હતું. ખેડુતો મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો હતો. પાકને નુકસાની સહન કરવાનો વારો આવ્‍યો હતો. ખેડૂત આશા પર પાણી ફરી વળ્‍યા હતા. દવા બીયારણ મંજુરી સહિત ખર્ચ પૈસા પણ નહીં નીકળે. બે માવઠા કારણે નુકસાની પહોંચી છે હજું બે દિવસ માવઠું પડશે તેવી આગાહી કરી હોય જેને લઇ ને ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ ગઇ હતી. લક્ષ્મણભાઈ વઘાસિયા જણાવ્‍યું હતું કે ચાર વિઘામાં ઘઉંનું વાવેતર કર્યું હતું તેમને આશા હતી કે પાક સારો થશે પણ બે માવઠા કારણે ખેતી પાકોને નુકસાની થઈ છે સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્‍યો છે પણ હજું સુધી કાઈ મળ્‍યું નથી. મારા ઘઉંનો પાક નિષ્‍ફળ જશે તેવું જણાવ્‍યું હતું.

મનજીભાઈ જણાવ્‍યું હતું કે મારે ચાર વિધામાં ઘઉંનું વાવેતર કર્યું સાથે સૂર્યમુખીનું વાવેતર કર્યું હતું પણ પહેલા માવઠાના કારણે સૂર્યમુખીનો પાક નિષ્‍ફળ ગયો હતો ત્‍યારે બીજા માવઠામાં મેં ઘઉંનો પાક વાટી અને તૈયાર રાખ્‍યો હતો આજે જે તેમને થ્રેસર આવવાનું હોય પણ કમોસમી વરસાદ પડતાં તેમને પાક નુકસાની થઈ છે હવે પાંચ દિવસ સુધી પાકને સુકાવવા દેવો પડશે. મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો એક દિવસ વરસાદનો આવ્‍યો હોત તો તેમનો પાક ઘરે આવી જાત પણ કુદરતી તાંડવ સામે કોઈનું ચાલતું નથી.

(1:06 pm IST)